ઈઝરાયેલે ગાઝામાં વ્યાપારી માલસામાનની આવક અટકાવી; હમાસે ટેક્સના દાવાઓને નકારી કાઢ્યા

ફળો અને શિયાળુ કપડાં સહિતના વ્યાપારી માલસામાનની આવક અટકી જવાથી અત્યંત આવશ્યક ચીજવસ્તુઓના મુખ્ય સ્ત્રોત પર રોક લાગી ગઈ છે

 

(એજન્સી) તા.૧૬
ઈઝરાયેલી સત્તાવાળાઓનું કહેવું છે કે છેલ્લા બે દિવસથી ગાઝામાં કોઈ વ્યાપારી માલસામાન પ્રવેશ્યો નથી. તેમના મતે, સ્થાનિક વેપારીઓ અને હમાસ વચ્ચે ટેક્સ (કર) સંબંધિત વિવાદ સર્જાયો છેCOGAT (કોગેટ) – જે ઈઝરાયેલી સેનાનું એક અંગ છે અને ગાઝામાં ‘માનવીય બાબતોની દેખરેખ’ રાખે છે – તેણે બુધવારે આ માલસામાનની આવક અટકાવવાની જાહેરાત કરી.
• પેલેસ્ટીનીઓનું કહેવું છે કે ઈઝરાયેલનું લોકશાહી તંત્ર ‘એક મજાક’ છે
• વસાહતીઓ માટે ’રૂટ ૪૬૩’ ફરી ખોલવાની ઈઝરાયેલની યોજનાથી રામલ્લાહ અલગ પડી જવાનું જોખમ
• ૭ ઓક્ટોબરની ઘટના અંગે બદનક્ષી બદલ ઈઝરાયેલના ભૂતપૂર્વ સુરક્ષા પ્રમુખે નેતન્યાહુ સામે દાવો માંડ્યો
COGAT નો દાવો છે કે સ્થાનિક વેપારીઓએ આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે હમાસે ગાઝામાં પ્રવેશતા દરેક ટ્રક પર ૧૦,૦૦૦ શેકેલ (ઇં૩,૨૨૦)ની ફી લાદી છે. આ ઉપરાંત, હમાસે એવી માંગ પણ કરી છે કે ગાઝામાં થતા કુલ વેચાણના ૩૦ ટકા વ્યવહારો રોકડમાં (કેશમાં) થવા જોઈએ. આ નિર્ણયની અસર ગાઝા પટ્ટીમાં રહેતા ૨૧ લાખ (૨.૧ મિલિયન) લોકો પર પડશે, જેમના માટે ખોરાક અને અન્ય ચીજવસ્તુઓ મેળવવાનો આ એક મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે. આ વિસ્તાર હજુ પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે અને અહીંના લોકો સંપૂર્ણપણે ઈઝરાયેલની સરહદી ચોકીઓ પર નિર્ભર છે. ગાઝાની સરકારી મીડિયા કચેરીએ ગુરૂવારે આ દાવાઓને ફગાવી દીધા અને તેને “ખોટી માહિતી ફેલાવવાનું સ્પષ્ટ અભિયાન અને અસત્ય નિવેદન” ગણાવીને તેની નિંદા કરી. મીડિયા કચેરીએ વધુમાં જણાવ્યું કે, આ એક એવો પ્રયાસ છે જેના દ્વારા “ટ્રકોની અવરજવર અટકી જવા માટે ગાઝાના સરકારી તંત્રને જવાબદાર ઠેરવી શકાય.” તેમણે સ્પષ્ટતા કરી કે, આ ફી કોઈ ફરજિયાત ટેક્સ નથી, પરંતુ જરૂરિયાતમંદ લોકો – જેમ કે વિધવાઓ અને અનાથ બાળકો – ને મદદ પૂરી પાડતા ફંડમાં આપવામાં આવતું સ્વૈચ્છિક યોગદાન છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં રોકડની તીવ્ર અછત હોવાને કારણે રોકડ ચૂકવણીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, પરંતુ તે ક્યારેય ફરજિયાત જરૂરિયાત નહોતી. ફળો અને શિયાળાના કપડાં સહિતની વ્યાપારી માલસામાનની હેરફેર અટકી જવાથી ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો મુખ્ય સ્ત્રોત બંધ થઈ ગયો છે, જ્યારે શિયાળો નજીક આવતા ચિંતાઓ વધી રહી છે. COGAT (કોગેટ) દ્વારા આ વર્ષની શરૂઆતમાં જાહેર કરાયેલા ડેટા અનુસાર, સહાયક જૂથો સામાન્ય રીતે લોટ જેવી પાયાની ખાદ્ય સામગ્રી લાવે છે, જ્યારે વેપારીઓ ફળો અને માંસ જેવી જલ્દી બગડી જાય તેવી ખાદ્ય સામગ્રીની આયાત કરે છે. આ પ્રતિબંધને કારણે વસ્તુઓ પરવડે તેવી કિંમતે મળશે કે કેમ તે અંગે ચિંતા વધી રહી છે. માનવીય સહાય કાર્યકરોનું કહેવું છે કે કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે માનવીય સહાય અને સક્રિય વ્યાપારી બજાર બંનેની જરૂર છે. નોર્વેજીયન રેફ્યુજી કાઉન્સિલના પ્રવક્તા શૈના લોએ જણાવ્યું હતું કે, “માત્ર માનવીય સહાય ક્ષેત્ર તમામ લોકોની જરૂરિયાતો પૂરી કરી શકતું નથી. બજારો કાર્યરત રહેવા જરૂરી છે.” ગાઝાના ખાનગી ટ્રક ઓપરેટર્સ યુનિયનના વડા, નાહેદ શેહેબરે ઇઝરાયેલના દાવાને નકારી કાઢતા કહ્યુંઃ “ઇઝરાયેલી સંયોજક (કોઓર્ડિનેટર) એવો દાવો કરી રહ્યા છે કે ગાઝાના વેપારીઓ આ માટે જવાબદાર છે, પરંતુ સત્ય એ છે કે ઇઝરાયેલીઓએ જ આ પ્રતિબંધો લાદ્યા છે.”COGAT ની જાહેરાત બાદ, શેહેબરના યુનિયને ગાઝાના અર્થતંત્ર મંત્રાલય સાથે મુલાકાત કરી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલ, મંત્રાલય દ્વારા વસૂલવામાં આવતી ફીને બહાનું બનાવીને વ્યાપારી માલસામાનની આવક અટકાવી રહ્યું છે. જુલાઈ મહિનામાં, વૈશ્વિક ભૂખમરા પર નજર રાખતી એક સંસ્થાએ ચેતવણી આપી હતી કે વર્ષના અંત સુધીમાં ગાઝામાં બે તૃતીયાંશથી વધુ લોકો તીવ્ર ભૂખમરાનો સામનો કરી શકે છે. અમેરિકાની મધ્યસ્થીથી થયેલા કરાર હેઠળ, ઇઝરાયેલ દરરોજ માનવીય સહાય લઈને આવતા ઓછામાં ઓછા ૬૦૦ ટ્રકને ગાઝામાં પ્રવેશવા દેવા માટે બંધાયેલું છે. રાજદ્વારીઓનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં ગાઝામાં ૬૦૦ કરતાં ઘણા ઓછા ટ્રક પ્રવેશતા હોય છે. શેહેબરે જણાવ્યું હતું કે આ આંકડો ૩૦૦ની નજીક છે, જેમાંથી બે-તૃતીયાંશ ટ્રકોમાં વ્યાપારી માલસામાન હોય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks