(એજન્સી) બૈરૂત, તા.ર૩
ઈદલિબના ઉત્તર-પૂર્વ પ્રાંતના બજારમાં રશિયા દ્વારા કરવામાં આવેલા માનવામાં આવતા હવાઈ હુમલામાં રર નાગરિકોનાં મોત થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. આ વિસ્તાર મોટાભાગે સ્થાનિક બળવાખોરોના અંકુશમાં હોવાનો મનાય છે. સીરિયન ઓબ્ઝર્વેટરી હ્યુમન રાઈટ્સે કહ્યું છે કે, ઈદલિબના હરેમ વિસ્તારમાં આ હવાઈ હુમલાઓ કરવામાં આવ્યા હતા જે તહરીર અલ-શામના અંકુશવાળો વિસ્તાર છે. બ્રિટનમાંથી મળતા અહેવાલો અનુસાર આ હવાઈ હુમલાઓ સરહદી પટ્ટીઓ પરથી કરવામાં આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. આ દરમિયાન સીરિયાના બળવાખોર લડાકુઓએ પોતાની જેલોમાંથી કેટલાક લોકોને છોડી મૂક્યા હતા. આ દરમિયાન સરકારે પણ ધરપકડ કરેલા કેટલાક બળવાખોરોને મુક્ત કર્યા હતા જેમાં ઘણાં લોકોએ મીડિયા સમક્ષ પોતાને સૈનિક તરીકે દર્શાવ્યા હતા. આ લોકોએ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદની પ્રશંસા કરી હતી.
Facebook
0
Twitter
0