ઈરાક-સીરિયા સરહદ પર રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડરની હત્યા થઈ હોવાના અહેવાલોને ઈરાને નકાર્યા

 

(એજન્સી) તા.૪
ઈરાને ગઈકાલે ઈરાક સીરિયા સરહદ પર ક્રાંતિકારી રક્ષક કમાન્ડર મુસ્લિમ શાહદાનની હત્યા થયા હોવાના અહેવાલોને સત્તાવાર રીતે નકારી કાઢયા હતા. એમ સ્થાનિક સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો. ઈરાની સમાચાર એજન્સી તસ્નીમ સાથે વાત કરતા સરકારના પ્રવકતા અલી રબીએ એવા અહેવાલોને નકારી દીધા હતા કે સપ્તાહના અંતમાં સીરિયા ઈરાક સરહદ પર એક ડ્રોન હુમલામાં શાહદાન તેના બોડીગાર્ડસ સહિત માર્યો ગયો હતો. ઈરાનના ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીઝાદેહની હત્યાના પછીના દિવસોમાં આ અહેવાલ સામે આવ્યો છે. રબીએ વોઈસ ઓફ અમેરિકાને જણાવ્યું હતું કે ફખરીઝાદેહની હત્યા એક માનસિક કામગીરી હતી. પણ અપરાધીઓ તેમના લક્ષ્યોને પ્રાપ્ત નહી કરી શકે. આ દરમ્યાન ગયા અઠવાડિયે ઈરાકી અધિકારીઓએ જણાવ્યું હતું કે ઈરાને લેબેનોન અને ઈરાકમાં પોતાના લશ્કરી સૈન્યને સજાગ રહેવાનું કહ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks