ઈરાનના નાયબ આરોગ્ય મંત્રીએ કોરોના વાયરસ સંક્રમણના કેસોની સંખ્યામાં વધારા વચ્ચે રાજીનામું આપ્યું

 

(એજન્સી) તા.ર૧
ઈરાનના ઉપઆરોગ્ય મંત્રીએ દેશમાં નોવેલ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ઉછાળા વચ્ચે શુક્રવારે રાજીનામું આપ્યું હતું. એમ ઈરાની મીડિયાએ જણાવ્યું હતું. એનાડોલુ એજન્સીના અહેવાલ અર્ધસત્તાવાર આઈએસએનએ સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે, રઝા મલેક ઝાદેહએ આરોગ્યમંત્રી સઈદ નમાકી પર મહામારીના ગેરવહીવટથી અનેક જાનહાનિ થયા હોવાનો આરોપ લગાવ્યો હતો. દેશના આરોગ્ય મંત્રાલય અનુસાર, ઈરાનમાં શુક્રવારે વધુ ૪૭૯ કોરોના વાયરસ સંબંધિત જાનહાનિની પુષ્ટિ કરવામાં આવી હતી. જેના કારણે દેશભરમાં મૃત્યુઆંક ૪૩,૮૯૬ પર પહોંચી ગયો છે. મંત્રાલયના પ્રવક્તા સીમા સાદાત લારીએ જણાવ્યું કે, છેલ્લા ર૪ કલાકમાં લગભગ ૧૩,ર૬૦ લોકો કોરોના વાયરસ પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા હતા. જેથી કુલ સંખ્યા ૮,ર૮,૩૭૭ સુધી પહોંચી ગઈ હતી. લારીએ ચેતવણી આપી હતી કે, ઈરાનના ૩૧ પ્રાંતોને કોરોના વાયરસ સંક્રમણનું ઉચ્ચ જોખમ ધરાવતા રેડઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઈરાન ફેબ્રુઆરીથી મહામારીને અટકાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. જ્યારે કોમ શહેરમાં પ્રથમ કેસોની પુષ્ટિ થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks