ઈરાનના ન્યુક્લિયર વૈજ્ઞાનિક મોહસિનની હત્યામાં સેટેલાઈટથી કન્ટ્રોલનો ઉપયોગ : રિપોર્ટ

(એજન્સી) તહેરાન, તા.૭
ઈરાનના પરમાણુ કાર્યક્રમના જનક પૈકીના એક મોહસિન ફકરીઝાદેહની હત્યાને લઇને ઇસ્લામિક રેવેલોશન ગાર્ડ કોર્પ્સના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ રમજાન શરીફે સનસનાટીભર્યા દાવો કર્યો છે. રમજાન શરીફે આરોપ લગાવ્યો કે મોહસિનની હત્યા જે હથિયાર વડે કરવામાં આવી હતી તેનું સંચાલન સેટેલાઇટથી કરવમાં આવી રહ્યું હતું. મોહસીન ઇરાનમાં પરમાણુ કાર્યક્રમ પાછળ મોટું માથુ માનવામાં આવી રહ્યું હતું. તેહરાને ફખરીજાદેહની હત્યાનો આરોપ ઈઝરાયેલ પર લગાવ્યો હતો. તેમની હત્યાને અંજામ ઇઝરાઇલની જાસુસી સંસ્થા મોસાદે આપ્યો હતો. ત્યાર બાદ તેહરાને ખુલ્લેઆમ ઈઝરાયેલને બદલાની ચેતવણી આપી હતી. કેટલાક ઇરાની અધિકારીઓએ તો મોહસિન ફકરીઝાદેહની હત્યામાં અમેરિકા અને સાઉદી અરેબિયાની સંડોવણી હોવાનું કહીં રહ્યાં છે. ૧૯૭૯માં ઇરાન ક્રાંતિ બાદથી ઈઝરાયેલને ખત્મ કરવાની માંગ ઉઠતી રહે છે. ઇરાને તો ઈઝરાયેલના અસ્તિત્વ સામે જ વિરોધ છે. ઈરાનના કટ્ટર ધાર્મિક નેતાઓનું કહેવું છે કે ઈઝરાયેલે અયોગ્ય રીતેથી મુસ્લિમ જમીન પર કબ્જો કર્યો છે. તેના કારણે ઈઝરાયેલ પણ ઇરાનને પોતાના માટે સમસ્યા માને છે. ઈઝરાયેલ હંમેશાથી ઇરાનને પરમાણુ શસ્ત્રથી સજ્જ થવાથી વિરોધ કરતું આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks