ઈરાન યુદ્ધના સૌથી ઘાતક હુમલામાં માર્યા ગયેલા યુએસ સૈનિકોના મોટાભાગના પરિવારો વ્હાઇટ હાઉસના કાર્યક્રમમાં હાજર રહેશે નહીં

 

૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ યુદ્ધમાં ૧૯ યુએસ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે અને ૮૦૦થી વધુ સૈનિકો ઘાયલ થયા છે

 

(એજન્સી) વોશિંગ્ટન, તા.૭
ઈરાન યુદ્ધના સૌથી ઘાતક હુમલામાં માર્યા ગયેલા છ સૈનિકોના મોટાભાગના પરિવારો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ‘ગોલ્ડ સ્ટાર પરિવારો’ (યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારો) માટે આયોજિત વ્હાઇટ હાઉસના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે નહીં. કુવૈતના પોર્ટ શુઆઈબા પર ૧લી માર્ચે થયેલા ઈરાની ડ્રોન હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારોમાંથી માત્ર એક સભ્યે ‘એસોસિએટેડ પ્રેસ’ને પુષ્ટિ આપી હતી કે તેઓ મંગળવારે ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી સાથેના રિસેપ્શનમાં હાજરી આપવાનું આયોજન કરી રહ્યા છે. હુમલામાં બચી ગયેલા સૈનિકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે કે તેમને એવા સ્થળે કેમ તૈનાત કરવામાં આવ્યા હતા જ્યાં પૂરતી હવાઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી અને જેને સંભવિત લક્ષ્ય (ટાર્ગેટ) માનવામાં આવતું હતું. ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ યુદ્ધમાં ૧૯ યુએસ સૈનિકોએ જીવ ગુમાવ્યા છે અને ૮૦૦થી વધુ સૈનિકો ઘાયલ થયા છે. આ વાર્ષિક મેળાવડો ‘ગોલ્ડ સ્ટાર મધર્સ એન્ડ ફેમિલીઝ ડે’ (શહીદ સૈનિકોની માતાઓ અને પરિવારોનો દિવસ) ના સન્માનમાં યોજાય છે, જે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં આવે છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે આ વર્ષનું રિસેપ્શન વિયેતનામ યુદ્ધના સમયથી લઈને અત્યાર સુધીના સંઘર્ષોમાં શહીદ થયેલા લગભગ ૪૦ સૈનિકોના સન્માનમાં યોજાઈ રહ્યું છે. ટ્રમ્પ દ્વારા સંબોધન અને ત્યારબાદ મીણબત્તી પ્રગટાવવાનો સમારોહ તથા સંગીતમય કાર્યક્રમ યોજાય તેવી અપેક્ષા હતી, જેમાં “અમેરિકા ધ બ્યુટીફુલ” ગીતની રજૂઆતનો પણ સમાવેશ થતો હતો. ૧લી માર્ચના હુમલામાં શું થયું હતું તે અંગેના જવાબોની પરિવારો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. કુવૈતમાં થયેલા હુમલા અંગે પેન્ટાગોન તરફથી માહિતીના અભાવને કારણે ‘ગોલ્ડ સ્ટાર પરિવારો’એ નારાજગી વ્યક્ત કરી છે. “હુમલા પહેલા શું થયું હતું, કઈ માહિતી ઉપલબ્ધ હતી, કયા નિર્ણયો લેવામાં આવ્યા હતા અને છ અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા તે ક્ષણો પહેલાં શું બન્યું હતું તે અંગે પ્રશ્નો છે,” તેમ જોય અમોરે સોમવારે ફેસબુક પર જાહેર નિવેદનમાં જણાવ્યું હતું. તેમના ૩૯ વર્ષીય પત્ની, માસ્ટર સાર્જન્ટ નિકોલ એમ. અમોર, માર્યા ગયેલા સૈનિકોમાં સામેલ હતા. “હું હવે શાંતિથી વિનંતી કરવાનું છોડી રહ્યો છું. આજે, હું અમેરિકન જનતાને આ છ પરિવારોની પડખે ઊભા રહેવા અને પારદર્શિતાની માંગ કરવા અપીલ કરું છું.” આ હુમલામાં ઘાયલ થયેલા યુએસ સૈનિકોએ ‘એસોસિએટેડ પ્રેસ’ (AP))ને જણાવ્યું હતું કે તેમણે જોખમ અંગે જે ચિંતાઓ વ્યક્ત કરી હતી તેના પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને ત્યારબાદના અઠવાડિયામાં લશ્કરી તબીબી વ્યવસ્થા તેમને યોગ્ય મદદ પૂરી પાડવામાં નિષ્ફળ રહી હતી.૧ માર્ચના હુમલા અંગેનો છઁનો અહેવાલ ૧૩ સૈનિકો સાથેની વાતચીત પર આધારિત છે. આર્મીએ પોર્ટ શુઆઈબા હુમલા અંગેના છઁના અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે જૂનમાં પૂર્ણ થયેલી તપાસના પરિણામો વિશે હજુ સુધી મૃતકોના પરિવારોને જાણ કરવામાં આવી નથી. આર્મીએ જણાવ્યું છે કે તપાસના તારણો જાહેર કરતા પહેલા સંવેદનશીલ માહિતીને દૂર કરવાની (િીઙ્ઘટ્ઠષ્ઠૈંહખ્ત) પ્રક્રિયા હજુ ચાલુ છે. પેન્ટાગોને પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks