ઈરાન યુદ્ધ : હોર્મુઝની સામુદ્રધુનીમાં બીજા ટેન્કર પર હુમલો થયાના અહેવાલ

 

(એજન્સી) તા.૧૮
યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સે જણાવ્યું છે કે હોર્મુઝની સામુદ્રધુનીમાં એક અજ્ઞાત પ્રક્ષેપાસ્ત્ર (ર્િદ્ઘીષ્ઠૈંઙ્મી) દ્વારા ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો છે. અગાઉ, ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જણાવ્યું હતું કે તેણે ટોગોનો ધ્વજ ધરાવતા એક ટેન્કર પર હુમલો કર્યો હતો કારણ કે તે સામુદ્રધુનીમાંથી ‘ગેરકાયદેસર રીતે પસાર થવાનો’ પ્રયાસ કરી રહ્યું હતું. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તેમના ઈરાની દુશ્મનોનો ‘સફાયો’ કરવા કે કેમ તે અંગેના મહત્વપૂર્ણ નિર્ણયની નજીક છે. તેમણે યુએસ મીડિયાને કહ્યું કે જ્યારે તેઓ તેમના આગામી પગલા અંગે વિચારણા કરી રહ્યા છે ત્યારે ‘ગમે તે થઈ શકે છે’.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા બઘાઈએ ઈરાન સામેના યુદ્ધમાં વોશિંગ્ટનના ‘ગંદા પ્રચાર’ની ટીકા કરી
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ ‘ઠ’ (ટિ્‌વટર) પર એક નિવેદન શેર કર્યું છે. તેમાં તેમણે ઈરાન સામેના યુદ્ધમાં વોશિંગ્ટનના ‘ગંદા પ્રચાર’ અને તેની એ ધારણાની ટીકા કરી છે કે ‘રાષ્ટ્રો પાસે ન તો યાદશક્તિ છે કે ન તો વિવેચનાત્મક વિચારસરણીની ક્ષમતા’.
બઘાઈએ કહ્યું, ‘એક તરફ ક્રૂર આર્થિક યુદ્ધ છે, જેને જાણીજોઈને દરેક ઈરાની નાગરિકને મહત્તમ પીડા અને વેદના પહોંચાડવાના ઉદ્દેશ્યથી ઘડવામાં આવ્યું છે.’ ‘બીજી તરફ, ઈરાની અધિકારીઓને અમેરિકન હોલસેલ ક્લબમાં ખરીદી કરતા રોકવાના પગલાંની નાટકીય જાહેરાત છે.’
ગુરૂવારે, યુએસએ કહ્યું કે તે ઈરાનના યુએન (ેંદ્ગ) મિશનના અધિકારીઓ, મુલાકાતે આવતા અધિકારીઓ અને તેમના આશ્રિતોને દેશમાં લક્ઝરી વસ્તુઓ ખરીદવા અથવા હોલસેલ ક્લબની સદસ્યતા લેવાથી રોકવાનું ચાલુ રાખશે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે આ પ્રતિબંધોનો હેતુ આવતા અઠવાડિયે યુએન જનરલ એસેમ્બલીમાં હાજરી આપનારા ઈરાની અધિકારીઓને ન્યૂયોર્કમાં તેમના રોકાણ દરમિયાન લક્ઝરી વસ્તુઓની ખરીદી કરતા અટકાવવાનો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks