રમઝાન સંદેશ-૨૮
પયગંબરો (ઈશદૂતો) ઉપર ઈમાન : ઈશ્વરે મનુષ્યોના જીવન માર્ગદર્શન માટે પોતાના પયગંબરોને મોકવાની વ્યવસ્થા કરી છે. આ પયગંબરોને અલ્લાહે દરેક યુગમાં, પ્રત્યેક માનવ-સમુદાયમાં અને ધરતીના એકે-એક પ્રદેશમાં મોકલ્યા છે. આ પયગંબરોમાંથી કેટલાકના નામોનો ઉલ્લેખ આકાશી ગ્રંથ કુર્આનમાં કરેલો છે. જેમ કે કુર્આનમાં ફરમાવવામાં આવ્યું છે કે, “દરેક સમુદાય માટે એક રસૂલ (સંદેશવાહક) છે.” (કુર્આન, ૧૦ : ૪૭)
હે પયગંબર ! તમારા પહેલાં અમે ઘણાં ઈશદૂતો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના અહેવાલ અમે તમને બતાવ્યા છે અને કેટલાકના નથી બતાવ્યા.” (કુર્આન, ૪૦ : ૭૮) હઝરત આદમ અલૈ. પૃથ્વી ઉપર પ્રથમ મનુષ્ય અને ઈશદૂત હતાં. આ ક્રમ અંતિમ પયગંબર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) ઉપર પૂર્ણ થઈ ગયો. આ પયગંબરો ઈશ્વરના અવતાર કે ઈશ્વર નહોતાં, પણ ઈશ્વરના સંદેશવાહકો હતા. તમામ પયગંબરોએ ઈસ્લામનો જ સંદેશ મનુષ્યો સુધી પહોંચાડ્યો અને લોકોને ઈશ્વરના આદેશોથી અવગત કરાવ્યા અને ઈશ્વરના આદેશો અનુસાર નમૂનારૂપ જીવન પણ વિતાવ્યું. તેથી ઈસ્લામમાં તમામ પયગંબરો ઉપર ઈમાન લાવવું આવશ્યક છે. જો કોઈ વ્યક્તિ તેમાંથી કોઈ એકને પણ ન માને તો જાણે તેણે બધા પયગંબરોને અમાન્ય ઠેરવી દીધાં, કેમ કે મૂળભૂત રીતે તમામ પયગંબર ઈશ્વરનો જ સંદેશ, અર્થાત્ ઈસ્લામને લઈને પધાર્યા હતાં. (ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)
તમામ પયગંબરોએ ઈસ્લામનો જ સંદેશ મનુષ્યો સુધી પહોંચાડ્યો અને લોકોને ઈશ્વરના આદેશોથી અવગત કરાવ્યા અને ઈશ્વરના આદેશો અનુસાર નમૂનારૂપ જીવન પણ વિતાવ્યું