રમઝાન સંદેશ-૨૧
ઈસ્લામની બુનિયાદી શિક્ષાથી હવે આપણે અવગત થઈ ગયા છીએ. આ સચ્ચાઈને પામી લીધા પછી જગતના અસંખ્ય ચિંતકો, વિવેચકો અને ઈતિહાસકારો હવે માને છે કે ઈસ્લામ બળ-પ્રયોગથી નહિ, બલ્કે તે તેની શિક્ષા અને પ્રાકૃતિક આકર્ષણથી ફેલાયો છે. ડૉ. સુરેન્દ્ર અજ્ઞાત લખે છે કે, “એવા શાસક અને સેનાપતિ, જે પોતે ઈસ્લામથી અનભિજ્ઞ, અછૂત અને મનોવિકારોથી પ્રેરિત હતા, તેઓ ઈસ્લામ માટે કોઈને શું જીતી શકવાના હતા ? ઈસ્લામનો અર્થ તો છે ‘શાંતિ’ અને ‘સ્વૈચ્છિક સમર્પણ’. કઈ લોખંડી તલવાર ચલાવનારો આ કામને ત્યાં સુધી અયોગ્ય રહે છે, જ્યાં સુધી તેના પાસે પ્રેમની તલવાર નથી હોતી. તેથી જ ડૉ. ઈકબાલ કહે છે, ઈસ્લામ જે શાંતિનો દ્યોતક છે, શાંતિ ફેલાવવા પણ માંગે છે અને શાંતિથી ફેલાય પણ છે. ઈસ્લામે જે આત્મ-સમર્પણની વાત કરી છે, તે તલવારથી પેદા થઈ શકતું નથી; હા, પ્રેમની તલવારથી થઈ શકે છે.” (‘કાંતિ’, મે-ર૦૦૦)
“ભારતમાં ઈસ્લામ પ્રથમ ઈસ્લામી સદીમાં જ આવી ગયો હતો; તે વેપારીઓની સાથે, જેઓ કેરાળા અને ગુજરાતના કિનારાઓ ઉપર વેપારી માલ-સામાન લઈને ઉતરતા હતા; જ્યારે કે ઉત્તર ભારતમાં ઈસ્લામ સૂફી-સંતોના માધ્યમથી લોકો સુધી પહોંચ્યો હતો. એ વાત પૂરા વિશ્વાસથી કહી શકાય છે કે ઈસ્લામ મહમૂદ ગઝનવી, બાબર, અકબર, ઔરંગઝેબ અને નાદિરશાહથી નથી ફેલાયો. તેમની તલવારો સંભવતઃ એક વ્યક્તિને પણ ઈસ્લામ માટે જીતી શકી નથી.” (આખરી પયગંબર, પૃ.૧૪) જેમ્સ એ. મિચેનર પોતાના પુસ્તક ‘ૈંજઙ્મટ્ઠદ્બ, ્રી સ્ૈજેહઙ્ઘીજિર્ંર્ઙ્ઘ ઇીઙ્મૈર્ખ્તૈહ’ (રિડર્સ ડાઈજેસ્ટ, અમેરીકી સંસ્કરણ, મે૧૯૯પ) માં લખે છે, ‘ઈતિહાસનો કોઈ બીજો ધર્મ નથી, જે ઈસ્લામની જેમ તિવ્ર ગતિથી ફેલાયેલ હોય… પશ્ચિમના લોકો એવું માને છે કે ધર્મનો વિસ્તાર તલવારથી થયો છે, પરંતુ કોઈ આધુનિક વિદ્ધાન આ વિચારને સ્વીકારી શકતો નથી. કુર્આન અંતઃકરણની સ્વતંત્રતાનો હિમાયતી છે.’
(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)
ડૉ. ઈકબાલ કહે છે, ઈસ્લામ જે શાંતિનો દ્યોતક છે, શાંતિ ફેલાવવા પણ માંગે છે અને શાંતિથી ફેલાય પણ છે. ઈસ્લામે જે આત્મ-સમર્પણની વાત કરી છે તે તલવારથી પેદા થઈ શકતું નથી; હા, પ્રેમની તલવારથી થઈ શકે છે.” (‘કાંતિ’, મે-ર૦૦૦)