ઉત્તરપ્રદેશનો લવજેહાદ કાયદો : મુસ્લિમો પર હુમલો, હિંદુ મહિલાની સ્વતંત્રતા પર તરાપ અને દલિતો પર અંકુશ

લવજેહાદના હિંદુત્વના વિચાર પાછળ લાવવામાં આવેલા આ વટહુકમના બીજા પણ પાસા છે. તેના લીધે પુખ્ત હિંદુ મહિલા તેની પસંદગીનો જીવનસાથી પસંદ કરી શકતી નથી. આમ તેના પર સીધો રાજ્યનો કે તેના કુટુંબનો અંકુશ આવી જાય છે. આમ આ કાયદો મહિલાના લગ્ન કરવાના અધિકારની સ્વતંત્રતા છીનવી લે છે.

૨૪મી નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશ સરકાર ધર્માંતરણને ગેરકાયદેસર ઠેરવતો કાયદો લાવી હતી. આ કાયદો વ્યક્તિની ધર્મ બદલવાની અંગત સ્વતંત્રતા પર તરાપ મારે છે. આમ તે સીધી વ્યક્તિગત સ્વતંત્રતા પર અસર કરે છે. આ કાયદો સીધો માનવ અધિકારનો ભંગ કરે છે. દરેક જણને સ્વતંત્ર રીતે વિચારવાનો, ચેતનાને અનુસરવાનો અને તેની ઇચ્છા મુજબના ધર્મને અનુસરવાનો અધિકાર છે. તેમા ધર્મ કે માન્યતા બદલવાનો અધિકાર, એકલા કે સમાજની સાથે બીજાઓ સાથે મળીને જાહેરમાં કે ખાનગીમાં ધર્મ બદલવાના અધિકારનો સમાવેશ થાય છે.

વાસ્તવમાં આ કાયદા પાછળનું હાર્દ ભારતીય મુસ્લિમોને હાંસિયે ધકેલવાનું છે. આ વટહુકમ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન લવજેહાદ અંગે બોલ્યા પછી આવ્યો હતો. હિંદુ રાષ્ટ્રવાદીઓની થિયરીમાં દાવો કરવામાં આવે છે કે મુસ્લિમ મહિલાઓ હિંદુ નામ ધારણ કરીને હિંદુ મહિલાઓને લલચાવીને તેમનું ઇસ્લામમાં ધર્માંતરણ કરે છે.

૩૧મી ઓક્ટોબરના રોજ આદિત્યનાથે જણાવ્યું હતું કે જો કોઈપણ વ્યક્તિ ઓળખ છુપાવીને તેમની બહેનના સન્માનની જોડે રમત રમશે તે તેના અંતિમ સંસ્કારની તૈયારી કરી લે. આમ આ વટહુકમ સીધો લગ્ન દ્વારા થતાં ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકે છે.

રાજ્યનો આતંક

આ કાયદાના પરિણામ ભયંકર આવ્યા છે. પોલીસની સાથે વિજિલન્ટ જૂથો આંતરધર્મીય દંપતીઓ પર ત્રાટક્યા છે. તેમા સૌથી ખરાબ કેસ તો એ છે કે પાંચમી ડિસેમ્બરના રોજ પોતાના લગ્ન નોંધાવવા પ્રયત્ન કરી રહેલા દંપતી પર બજરંગ દળના ટોળાએ હુમલો કર્યો. નવા વટહુકમના લીધે રાજ્ય ટોળાને બચાવવા આગળ આવ્યુ. રશિદ અલી નામની વ્યક્તિની ધરપકડ થઈ અને પિન્કી નામની યુવતીને આશ્રયગૃહમાં મોકલી દેવામાં આવી. પિન્કીનો આરોપ હતો કે રાજ્યની કસ્ટડીમાં તેને મિસકેરેજ થઈ ગયું છે.

પાંચમી ડિસેમ્બરના હુમલાનો વિડીયો દર્શાવે છે કે પિન્કી બજરંગ દળ સામે ઊભા રહીને દલીલ કરી રહી છે કે હું ૨૨ વર્ષની પુખ્ત છું. હું મારી મરજીથી લગ્ન કરવા સ્વતંત્ર છુ. અમારા લગ્ન તો ૨૪ જુલાઈએ થઈ ગયા હતા. આ મારા લગ્ન થયાને પાંચમો મહિનો છે. આધુનિક લોકશાહીની તે સર્વસામાન્ય સમજ છે કે પુખ્ત મહિલા તેને જેની સાથે ઇચ્છા હોય તેની સાથે લગ્ન કરે.

મહિલાની પસંદગીનો અધિકાર મર્યાદિત કરવો

લવજેહાદના હિંદુત્વના વિચાર પાછળ લાવવામાં આવેલા આ વટહુકમના બીજા પણ પાસે છે. તેના લીધે પુખ્ત હિંદુ મહિલા તેની પસંદગીનો જીવનસાથી પસંદ કરી શકતી નથી. આમ તેના પર સીધો રાજ્યનો કે તેના કુટુંબનો અંકુશ આવી જાય છે. આમ આ કાયદો મહિલાના લગ્ન કરવાના અધિકારની સ્વતંત્રતા છીનવી લે છે.

તેમા પણ જો કોઈ મહિલાનું ધર્માંતરણ કરાવવામાં આવે તો તેના માટે વધારાની સજાની જોગવાઈ પણ છે. પણ હવે જો તમે પાછા હિંદુ ધર્મમાં પરત આવો કે ઘરવાપસી કરો તે તેની પાછી છૂટ છે, તેની પાછળ હિંદુત્વનો તે વિચાર છે કે બીજા ધર્મમાં ધર્માંતરણ પામેલા હિંદુઓ હિંદુ ધર્મમાં પરત આવે.

રસપ્રદ વાત એ છે કે મુસ્લિમ પુરુષ અને હિંદુ મહિલાના લગ્ન પર હુમલો કરતા રાજકારણમાં આ જ કાયદાનો ઉપયોગ કરીને આદિત્યનાથ સરકાર આંબેડકરવાદી ધાર્મિક રૂપાંતરણની વ્યૂહરચનાને ફટકો મારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આંબેડકરવાદ પર હુમલો

સામૂહિક ધર્માંતરણ માટે દસ વર્ષ સુધીની સજા થતી હોવાના લીધે હવે એક રીતે આ પ્રકારનું કૃત્ય ગેરકાયદેસર થઈ ગયું છે. તેનાથી વિપરીત જોઈએ તો બેદરકારીથી મોત થાય તો તે બદલ થતી સજા પણ બે વર્ષની છે.

આટલું ઓછું હોય તેમ વ્યક્તિગત ધર્માતરણ માટે રાજ્યની પરવાનગી લેવાની જરૂર પડે છે. આમ બળજબરીથી, પ્રલોભનથી, લોભ, લાલચથી, પ્રભાવથી થતા ધર્માંતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કાયદામાં આ બાબતને વ્યાપક રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેથી એક રીતે વ્યક્તિગત ધોરણે થતાં ધર્માંતરણ પર રીતસરનો પ્રતિબંધ મૂકી દીધો કહી શકાય.

હિંદુઓમાં દલિતો અને અન્ય પછાત જાતિઓ દ્વારા સામૂહિક ધર્માંતરણનો તેમના શોષણ સામે એક શસ્ત્ર તરીકે ઉપયોગ થતો આવ્યો છે. બોમ્બે પ્રેસિડેન્સી મહાર કોન્ફરન્સમાં ૧૯૩૬માં તેમના ભાષણમાં બીઆર આંબેડકરે દલીલ કરી હતી કે જ્યાં સુધી દલિત હિંદુ રહેશે ત્યાં સુધી તેઓએ સામાજિક બાબતો, અનાજથી લઈને પાણી અને આંતરધર્મીય લગ્ન વગેરે બાબત માટે સંઘર્ષ કરવો પડશે.

આંબેડકરની દલીલ હતી કે હિંદુઇઝમ દલિતને ગુલામ તરીકે કામ કરવા કહે છે. તેઓએ કહ્યું હતું કે જો તમારે મુક્ત થવું હોય તો ધર્મ બદલવો રહ્યો. આંબેડકર પોતે આને અનુસર્યા હતા અને ૧૯૫૬માં તેમણે સામૂહિક ધર્માંતરણમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ૧૯૮૧માં પણ તમિલનાડુમાં મીનાક્ષીપુરમ ખાતે જમીનદાર મારવા જાતિના અત્યાચારના પ્રતિસાદરૂપે એક હજારથી પણ વધારે દલિતોએ સામૂહિક ધોરણે ઇસ્લામમાં ધર્માંતરણ કર્યુ હતુ.

૨૦૨૦માં હરિયાણા જહાજ્જર ખાતે પાંચ દલિતોને ટોળાએ મરેલી ગાય લઈ જતી હોવાની શંકાએ મોતને ઘાટ ઉતારતા દલિતોએ તેના વિરોધમાં બૌદ્ધ, ઇસ્લામ અને ખ્રિસ્તીમાં ધર્માંતરણ કર્યુ હતુ.

તાજેતરમાં ઓક્ટોબરમાં વાલ્મિકી સમાજના ૨૦૦થી વધુ કુટુંબોએ સવર્ણ પુરુષો દ્વારા હાથરસની દલિત યુવતી પર બળાત્કારના વિરોધમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણ કર્યુ હતુ. ઉત્તરપ્રદેશ ધર્માંતરણ સામેનો કાયદો લાવ્યું તે વાસ્તવમાં તેના પોતાના ઇતિહાસથી વિપરીત છે. હિંદુ અને દલિતોમાં પછાત જાતિઓના ધર્માંતરણને ઉપલા વર્ગના હિદુઓ દ્વારા તેમના બેકગ્રાઉન્ડ મુજબ ગેરકાયદેસર ઠેરવાયું છે. ૧૯૪૧માં મોહનદાસ ગાંધીએ દલિતોમાં ચાલતી મિશનરી પ્રવૃત્તિઓ સામે દલીલ કરી હતીઃ

તમે ડો. મોટ ગાયને તેઓ સમક્ષ બીજા પ્રાણીઓ જેવું પ્રાણી જ ગણાવો છો? કેટલાક અસ્પૃશ્યો તો સમજની રીતે ગાય કરતાં પણ વધારે અસ્પૃશ્ય છે. મારા કહેવાનો અર્થ એ છે કે તેઓ ઇસ્લામ, હિંદુઇઝમ અને ખ્રિસ્તી વચ્ચે ગાયની જેમ ભેદ કરી શકતા નથી.

પસંદગીનો અધિકાર મર્યાદિત કરવો

આ જ પ્રકારની દલીલ વિવિધ રાજ્યોમાં કરવામાં આવી રહી છે. તેનો પ્રારંભ ૧૯૬૭થી થાય છે, જ્યારે ઓડિશાએ ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ૧૯૭૩માં ઓડિશા હાઇકોર્ટે રાજ્યના ધર્માંતરણ વિરોધી કાયદાને સમર્થન આપતા જણાવ્યું હતું કે આ જ પ્રકારનો તર્ક ગાંધીજીએ આપ્યો હતો. આ કાયદા હેઠળ સમાજના નીચલા વર્ગને કે વંચિતોના વર્ગને પ્રલોભનોથી થતા ધર્માંતરણ સામે સંરક્ષણ આપવું જરૂરી છે, કારણ કે તેઓ માનસિક રીતે હજી વિકસ્યા નથી.

૧૯૭૭માં સુપ્રીમ કોર્ટે પોતે ધર્માંતરણ વિરોધી કાયદો પસાર કર્યો હતો અને જાહેરાત કરી હતી કે ધર્માંતરણ કંઈ અધિકાર નથી અને તે રાજ્ય દ્વારા નિયંત્રિત થઈ શકે છે. તેની સામે હકીકત એ છે કે ભારતીય બંધારણ હેઠળ ધર્મનો પ્રચાર મૂળભૂત અધિકારમાં સમાવાયો છે.

સ્વાભાવિક રીતે આદિત્યનાથ પોતાનું રાજકીય કદ વધારવા માટે  કોમવાદને વેગ આપવા આ પ્રકારનો કાયદો લાવ્યા છે, પરંતુ તેનો પાયો નબળો છે. તે લવજેહાદની કાવતરાની થિયરી આદિત્યનાથની સરકાર પોતે તપાસી ચૂકી છે અને તેની કાવતરાની થિયરીને વાસ્તવમાં કોઈ આધાર મળ્યો નથી. આટલું ઓછું હોય તેમ ભારતમાં આંતરધર્મીય લગ્નોનું અસ્તિત્વ નગણ્ય છે. કેરળનો આંકડા તરીકે ઉપયોગ કરતા જોઈ શકીએ તો દેશમાં માંડ ૦.૩૬ ટકા લગ્નો આંતરધર્મીય લગ્નો થાય છે. આનાથી કંઈ આશ્ચર્ય પામવા જેવું પણ નથી, ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નો પણ બહુ ઓછા થાય છે. આમ આટલા નાના આંકડા ધરાવતા આંતરધર્મીય લગ્નો પર પ્રતિબંધ મૂકવા પાછળ આદિત્યનાથનો વિચાર કદાચ આંબેડકરવાદી ધર્માંતરણને રોકવાનો હોઈ શકે, જેના દ્વારા તે હિંદુ રાષ્ટ્રવાદના વિચારના આત્યંતિક સ્વરૂપને વેગ આપી શકે.

– દિબ્યાંગ્શુ સરકાર           (સૌ.ઃ  સ્ક્રોલ.ઇન)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts