ઉત્તરાખંડમાં ઉચ્ચ જાતિ સમુદાયની છોકરી સાથે મિત્રતાકરવા બદલ દલિત કિશોરની માર મારીને હત્યા

યુવતીના પરિવારના સભ્યોએ કિશોરને રૂમમાં બંધ કરીને માર માર્યો હતો, બાદમાં તેનું મોત નિપજ્યું હતું

(એજન્સી) તા.૯
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં ઉચ્ચ જાતિ સમુદાયના ગિરિલ સાથે મિત્રતા કરવા બદલ દલિત સમુદાયના ૧૮ વર્ષીય યુવકને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ ઘટનામાં કિશોરનો એક મિત્ર ઘાયલ થયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ, મૃતક કેતન લાલ, છ મહિનાથી છોકરી સાથે મિત્રતા કરતો હતો. રવિવારે રાત્રે ૧૧ વાગ્યે તેનો ફોન આવતાં, કેતન તેના મિત્ર દિવાકર ડિમરી સાથે તેના ગામ ખોલગઢ ગયો. પોલીસને ટાંકીને અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, છોકરીના પરિવારના સભ્યોએ બંનેને રૂમમાં બંધ કરીને લાકડીઓથી હુમલો કર્યો હતો. બીજા દિવસે સવારે, કેતનના પિતા ધનપાલ લાલને છોકરીના પિતાનો ફોન આવ્યો, જેમાં તેમણે તેમના દીકરાને ઉપાડવાનું કહ્યું. સ્થળ પર પહોંચ્યા પછી, ધનપાલે કેતનને લોહીથી લથપથ હાલતમાં જોયો, તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો, પરંતુ તેને બચાવી શકાયો નહીં. તેહરી ગઢવાલના વરિષ્ઠ પોલીસ અધિક્ષક શ્વેતા ચૌબેએ જણાવ્યું હતું કે હત્યાના આરોપ અને SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ ૩(૨)(દૃ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, યશવીર સિંહ પનવાર તરીકે ઓળખાતા એક વ્યક્તિની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. કેતનના મિત્ર દિવાકર, જે ઘટનામાં ઘાયલ થયો હતો, તેને બૌરારીની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઓક્ટોબર ૨૦૨૫માં, ગ્રેટર નોઈડામાં એક દલિત કિશોરનું તેના જન્મદિવસ પર માર મારવામાં આવતા મૃત્યુ થયું હતું. તેના જન્મદિવસની રાત્રે “ઉચ્ચ જાતિના” માણસો દ્વારા તેના પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે તેમના તરફથી ધમકીઓનો સામનો કરી રહ્યો હોવાના અહેવાલ છે. તે જ મહિનાની શરૂઆતમાં, યુપીના રાયબરેલી જિલ્લામાં એક ૩૮ વર્ષીય દલિત વ્યક્તિને માર મારીને મારી નાખવામાં આવ્યો હતો. આ વ્યક્તિને લોકોએ “ડ્રોન ચોર” સમજીને મારી નાખ્યો હતો. તે સમયે ચોરો ઘરોને ડ્રોનથી ચિહ્નિત કરતા હોવાની અફવાઓ ઉડી હતી. તાજેતરમાં મે ૨૦૨૬માં, યુપીના પ્રતાપગઢ જિલ્લામાં ત્રણ લોકોએ ૧૭ વર્ષની છોકરીનું અપહરણ કરીને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks