એકતરફી મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદ સામે ૮ વિકેટથી વિજ મેળવ્યો હૈદરાબાદને કચડી કોલકાતા ત્રીજીવાર IPL ચેમ્પિયન

હૈદરાબાદ ૧૧૩ રનમાં જ સમેટાઇ ગયું, કોલકાતાએ માત્ર બે વિકેટ ગુમાવી જીત મેળવી, વેંકટેશ ઐયર (૫૨) અણનમ

સ્ટાર્ક મેન ઓફ ધ મેચ, ટૂર્નામેન્ટમાં અભિષેક શર્માની સૌથી વધુ ૪૨ સિક્સ, ટ્રેવિસ હેડના સૌથી વધુ ૬૪ ચોગ્ગા, નારાયણ પ્લેયર ઓફ ધ સિઝન, વિરાટ કોહલીના સૌથી વધુ રન, હર્ષલ પટેલની સૌથી વધુ વિકેટ

(એજન્સી) ચેન્નાઇ, તા. ૨૬
આઇપીએલની ફાઇનલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે એકતરફી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને આસાનીથી કચડીને ચેમ્પિયનશિપ પર સમગ્ર સીરીઝમાં દબદબો જાળવી રાખ્યો છે. ૧૧૪ રનના સામાન્ય લક્ષ્યાંકનો પીછો કરતાં કોલકાતાએ ૧૧મી ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય હૈદરાબાદને ભારે પડ્યો હતો અને તેણે માત્ર ૨૧ રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી જેમાં લીગના સૌથી મોંઘા બોલર મિચેલ સ્ટાર્કે મહત્વનો ફાળો આપ્યો હતો. ત્યારબાદ સમયાંતરે હૈદરાબાદે વિકેટો ગુમાવી અને ૧૮.૩ ઓવરમાં જ આખી ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી. લક્ષ્યાંકનો પીછો કરતાં કોલકાતા નાઇટ રાઇડર્સે માત્ર ૧૦.૩ ઓવરમાં બે વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. નાઈટ રાઈડર્સને ઈતિહાસમાં રવિવારે ત્રીજી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગ ચેમ્પિયનનો તાજ પોતાના નામે કર્યો હતો. કેકેઆરે સૌથી વધુ એકતરફી આઈપીએલ ફાઇનલમાં સનરાઈઝર્સને સરળતાથી બહાર ફેંકી દીધું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમને ૧૧૩ રનમાં આઉટ કરી દીધી હતી. તેણે ૫૭ બોલ બાકી રાખીને આઠ વિકેટ હાથમાં રાખી વિજય મેળવ્યો હતો. કેકેઆરના ઓલરાઉન્ડ પ્રદર્શનમાં ૈંઁન્ ૨૦૨૪ની ફાઇનલમાં ઓવરોની સંખ્યાના સંદર્ભમાં ટુર્નામેન્ટમાં રમાયેલી સૌથી ટૂંકી ટાઇટલ મેચ બની ગઇ હતી. શ્રેયસ ઐયર એ ગૌતમ ગંભીર (૨૦૧૨ અને ૨૦૧૪) પછી આઇપીએલ ટાઇટલ જીતનાર માત્ર બીજો કેકેઆરનો કેપ્ટન બન્યો હતો. વાસ્તવમાં ઐયર એમએસ ધોની, ગંભીર, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા પછી આઈપીએલ ફાઇનલમાં ટીમને જીત અપાવનાર પાંચમો ભારતીય કેપ્ટન બન્યો છે. કોલકાતાએ આઇપીએલની સફળ ટીમોમાંની એક તરીકે પોતાની સ્થિતિ આ ટૂર્નામેન્ટમાં જાળવી રાખી હતી. કોલકાતા પહેલાં માત્ર બે આઇપીએલ ટીમો ચેન્નાઇ અને મુંબઇ છે જેમની પાસે હજુ પાંચ-પાંચ ટાઇટલ છે. આઇપીએલના ઈતિહાસમાં સૌથી વધુ એકતરફી ફાઈનલમાંની એકમાં કોલકાતાએ ૨૦૨૪ સીઝનમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમને ત્રીજી વખત હરાવીને સનરાઈઝર્સ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તે નાઈટ રાઈડર્સનો ઓલ-રાઉન્ડ શો હતો કારણ કે હૈદરાબાદે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મિચેલ સ્ટાર્કે બતાવ્યું કે શા માટે તે મોટી મેચનો ખેલાડી છે જેમાં તેણે હૈદરાબાદના ટોચના ક્રમને ધ્વસ્ત કર્યું હતુર્ં જ્યારે આન્દ્રે રર્સે કેકેઆર માટે તેની પ્રથમ ફાઈનલ રમી રહ્યો હતો ૩ વિકેટ સાથે બોલિંગમાં ટોચ પર રહ્યો હતો. નાઇટ રાઇડર્સ માટે વેંકટેશ ઐયરે માત્ર ૨૪ બોલમાં અડધી સદી ફટકારી હતી અને મેચમાં સૌથી વધુ સ્કોર બનાવનાર ખેલાડી રહ્યો હતો. બીજી નંબરે ગુરબાઝ રહ્યો હતો તેણે ૩૯ રન બનાવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts