એશિઝ સિરીઝમાં રચાયો ઈતિહાસ, બેલ્સ વગર મેચ રમાઈ

મેલબર્ન, તા.૫
એશેઝ સિરીઝની ચોથી મેચમાં એક ક્ષણ હેરાન કરનાર આવી હતી. જ્યારે અહિંયા પ્રથમ દિવસે રમત કેટલીક મિનિટો સુધી બેલ્સ (ગિલ્લિયો) વગર ચાલુ રહી. ખરેખર મેનચેસ્ટરમાં રમાઇ રહેલ મેચ દરમિયાન જ્યાપે બીજા સત્રની મેચ ચાલુ હતી, ત્યારે મેદાન પર વાદળો ઘેરાયેલા હતા અને હવા ખુબ હતી.ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલ ઓસ્ટ્રેલિયાઇ ટીમની ઇનિંગની ૩૨મી ઓવર પ્રગતિમાં હતી. આ દરમિયાન હવા એટલી ઝડપી હતી કે, સ્ટમ્પ પર બેલ્સ ટક્તી જ ન હતી અને તે વારંવાર નીચે પડી જતી હતી.
આ દરમિયાન મેદાન પર પ્સાસ્ટિક બેગ્સ અને બોલ પણ ઉડીને આવ્યા હતા, જેમા ઇંગ્લિશ ઝડપી બોલર સ્ટુઅર્ટ તો જજુમતો પણ જોવા મળ્યો. આ પછી જ્યારે સ્ટમ્પ પર બેલ્સ ટક્તી ન હતી તો મેદાન પર ઉભેલા અમ્પાયર કુમાર ધર્મસેના અને મરાએસ એરામસનએ અંદરોઅંદર વાતચીત કરીને બેલ્સ વીના જ રમત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ અને બોલર બ્રાડએ અમ્પાયરને કહ્યું કે, તેઓ બેલ્સ સાથે જ રમતને ચાલુ રાખે પરંતુ અમ્પાયરનો આ નિર્ણય આઇસીસીના નિયમોને જ આધિન હતો. માટે આ રમત ત્યાં સુધી બેલ્સ વીના જ રમાઇ જ્યાં સુધી પરિસ્થિતિ બેલ્સને પક્વા લાયક બની ગઇ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks