ઓબામાએ સીરિયા દુર્ઘટનાને સંભાળવામાં નિષ્ફળતાનો સ્વીકાર કર્યો

 

(એજન્સી) વોશિંગ્ટન,તા.૨૦
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સ્વીકાર્યું કે એમનું વહીવટીતંત્ર એમના શાસન દરમિયાન સીરિયાની દુર્ઘટના ઉકેલવામાં નિષ્ફળ રહ્યું હતું. જર્મન ચેનલ એન.ટી.વી.ને આપેલ એક ઈન્ટરવ્યુમાં ઓબામાએ જણાવ્યું હતું કે, ‘‘વિદેશ નીતિના ક્ષેત્રમાં સીરિયાની દુર્ઘટના મને સતત દુઃખી કરી રહી હતી. ૨૦૧૧ના વર્ષમાં આરબ દેશોમાં બનેલ સંખ્યાબંધ ઘટનાઓમાં મારી ચિંતામાં ઈજિપ્ત પ્રથમ ક્રમે હતું, એ પછી લીબિયા અને પછી સીરિયાની કટોકટી જે ખૂબ જ વધવાની શરૂઆત થઇ ગઈ હતી. એમણે કહ્યું કે હું આંતરરાષ્ટ્રીય સમુદાયને આકર્ષિત કરી સમજાવી શક્યો ન હતો કે સીરિયાને ધ્વંસ થતાં બચાવી લો. એના પછી સીરિયામાં જે માનવીય કટોકટીઓ ઊભી થઇ હતી એને પણ રોકી શક્યો ન હતો. ઓબામાએ સ્વીકાર્યું કે સીરિયામાં જમીની સૈનિકો મોકલવાના ઇન્કાર પછી તેઓ અમેરિકામાં અને વિદેશોમાં ભારે આલોચનાઓનો સામનો કરી રહ્યા હતા. લોકોએ મારી આ સ્થિતિને નકારાત્મક તરીકે જોઈ. એમની પ્રસિદ્ધિ વધારવાની નિષ્ફળતા માટે એમણે ડેમોક્રેટિક પાર્ટી ઉપર આક્ષેપ મૂક્યો. મારા ફરીથી ચૂંટાયા પછી પણ અમે સીનેટમાં બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યારે મેં અમુક કાયદાઓ પસાર કરાવ્યા ત્યારે મારા ઉપર મારી અપેક્ષાથી વધુ પ્રતિબંધો મુકાયા. એવા અહેવાલો મળ્યા હતા કે ઓબામાના બીજા શાસન કાળમાં સીરિયામાં ૫ લાખ લોકોના મોત માટે સીરિયન શાસક બશર અલ- અસદ જવાબદાર હતા. વધુમાં શાસકે સીરિયાના અમુક ભાગોમાં લાખો લોકોને બંધક બનાવતા લાખો લોકો સીરિયા અને અને અન્ય દેશોમાં વિસ્થાપિત થયા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks