કટકમાં બકરી ચોરીના આરોપમાં બે દલિતોનું મુંડન કરી પરેડ

આ ઘટનાની વ્યાપક ટીકા થઈ હતી, સામાજિક કાર્યકરો અને વિરોધી રાજકીય પક્ષોએ જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી

(એજન્સી)
જગતસિંહપુર, તા.૫
કટક જિલ્લા હેઠળના એક ગામમાં બકરીઓ ચોરવાની શંકામાં બે દલિત પુરૂષોનું કથિત રીતે મુંડન કરવામાં આવ્યું હતું, માર મારવામાં આવ્યો હતો અને તેમના ગળામાં જૂતા લટકાવવામાં આવ્યા હતા.
તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. બાદમાં આ અંગે બિરીડી પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બિક્રમ ભોઈ અને દિનેશ ભોઈ, ૨૭ ડિસેમ્બરે કટક જિલ્લાના ગોવિંદપુર વિસ્તારમાં નહેરના પાળામાંથી કથિત રીતે બે બકરીઓ ચોરી ગયા હતા. જ્યારે તેઓ ચોરી કર્યા પછી ભાગી રહ્યા હતા, ત્યારે ગ્રામજનોએ તેમનો પીછો કર્યો અને એક પડોશી જગતસિંહપુર જિલ્લામાં બિરીડી પોલીસ હદ હેઠળના બરેડા ગામમાં પુલ પાસે તેમને પકડી લીધા.
સજા આપવા, ગ્રામજનોએ બિક્રમ અને દિનેશના હાથ બાંધી દીધા અને તેમના ગળામાં ચપ્પલોનો હાર પહેરાવ્યો હતો. બાદમાં, તેઓએ જાહેરમાં તેમનું માથું મુંડી નાખ્યું અને લાકડીઓ અને ચપ્પલ વડે માર માર્યો.
આ ઘટના ગામડાના એક વ્યક્તિએ મોબાઈલ ફોન પર રેકોર્ડ કરી હતી જે પાછળથી સોશિયલ મીડિયા પર પહોંચી ગઈ હતી. બિક્રમ અને દિનેશ બંને કટક જિલ્લાના ગોવિંદપુરના સુંદરગાંવ ગામના છે. ચોરાયેલી બકરીઓના માલિકોએ બાદમાં ગોવિંદપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં પોલીસને ચોરીના આરોપમાં બિક્રમ અને દિનેશ વિરુદ્ધ કેસ નોંધવા કહ્યું હતું. દરમિયાન, જાહેર અપમાન અને શારીરિક હુમલો સહિત અમાનવીયીકરણના કૃત્યથી આક્રોશ ફેલાયો હતો.
બિક્રમના પિતા બિલાશ ચંદ્ર ભોઈએ ૧ જાન્યુઆરીએ બિરીડી પોલીસમાં આ કૃત્યમાં સામેલ ગ્રામીણો વિરૂદ્ધ હ્લૈંઇ નોંધાવી હતી.
આ ઘટનાની વ્યાપક ટીકા થઈ હતી, સામાજિક કાર્યકરો અને વિરોધી રાજકીય પક્ષોએ જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
બિરીડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર સબ્યસાચી રાઉતે આ ઘટનાની જાણ થઈ હોવાની પુષ્ટિ કરી હતી. તેમણે ઉમેર્યું,“૧ જાન્યુઆરીના રોજ, એક પીડિતના પિતાએ ગામવાસીઓ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી હતી, જેમણે પુરુષોને ટોર્ચર અને તેમનું મુંડન કર્યું હતું. સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી,”.
 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks