કતાર ગાઝા યુદ્ધવિરામ યોજનાના સંપૂર્ણ અમલીકરણ માટે પ્રતિબધક : વિદેશ મંત્રાલય

(એજન્સી) તા.૧૮
કતારએ મંગળવારે જણાવ્યું હતું કે તે ઇઝરાયેલી “અડચણ” હોવા છતાં ગાઝા પટ્ટીમાં સંમત યુદ્ધવિરામ યોજનાના સંપૂર્ણ અમલીકરણ માટે દબાણ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજેદ અલ-અંસારીએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દોહા ગાઝા યુદ્ધવિરામ યોજનાને અમલમાં મૂકવાના પ્રયાસો સાથે આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. અમે જે માંગ કરી રહ્યા છીએ તે એ છે કે ગાઝા કરારના બંને પક્ષો સંમત યોજનાનો સંપૂર્ણ અમલ કરે, તેમણે કહ્યું. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ ૧૫-મુદ્દાની ગાઝા યુદ્ધવિરામ યોજનાને નકારી કાઢી છે અને હમાસને પહેલા નિઃશસ્ત્ર કરવા આગ્રહ કર્યો છે, જોકે ૩૧ જુલાઈના રોજ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ બોર્ડ દ્વારા જારી કરાયેલ રોડમેપમાં હમાસના નિઃશસ્ત્રીકરણ અને ઇઝરાયેલી સૌન્યને પાછા ખેંચવાની ધીમે-ધીમે અને સમાંતર પ્રક્રિયા ચાલુ રાખવાની હાકલ કરવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks