(એજન્સી) તા.ર
વડાપ્રધાન મોદી વારંવાર તેમની સભાઓમાં ‘સબકા સાથ સબકા વિકાસ’ની વાત કરે છે. પરંતુ તેમની જ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ વડાપ્રધાનના આ સૂત્રએ પોકળ સાબિત કર્યું હતું. કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કે.એસ.ઈશ્વરપ્પાએ એક રેલીમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મુસ્લિમોને ભાજપ એટલા માટે ટિકિટ નથી આપતી કે તેઓ અમારા પર વિશ્વાસ કરતા નથી. તેમણે કહ્યું હતું કે, જો મુસ્લિમો અમારા પર ભરોસો કરે તો અમે પગાર અને અન્ય વસ્તુઓ પણ આપીશું. ઈશ્વરપ્પા સોમવારે કર્ણાટકના કોપ્પલમાં કુરબા અને લઘુમતી સમુદાયને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે મુસ્લિમો વિશે આ વાત કહી હતી. તેમના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ ભેદભાવની રાજનીતિ કરે છે. ઉલ્લેખનીય છે કે, કે.એસ.ઈશ્વરપ્પા વર્ષ ર૦૧ર-ર૦૧૩ દરમિયાન કર્ણાટકના ઉપમુખ્યમંત્રી રહી ચૂક્યા છે.