કુર્આનની આયતો સંદર્ભે ભ્રમણાઓ

રમઝાન સંદેશ-૧૬

આપણા દેશમાં પણ જો દેશના કોઈ દુશ્મન, કોઈ આતંકવાદી કે કોઈ અપરાધીને તેનો કોઈ સગો, રિશ્તેદાર કે મિત્ર સહયોગ કરે તો તેને પણ દોષિત ઠરાવવામાં આવે છે.

કહેવામાં આવે છે કે કુર્આન મુસલમાનોને ‘કાફિરો’થી નફરત કરવા, તેમનાથી સંબંધો ન રાખવાનો આદેશ આપે છે અને તેમાં ‘કાફિરો’ને જ્યાં જૂઓ ત્યાં મારવાનો અને કતલ કરવાનો હુકમ છે.
આ ભ્રમણાના તથ્યને સમજવા તે આયતોને જોઈએ.
(૧)“હે ઈમાનવાળાઓ ! પોતાના પિતા અને ભાઈઓને પોતાના મિત્ર ન બનાવો, જો ઈમાનની સરખામણીમાં કુફ્ર તેમને પ્રિય હોય. તમારામાંથી જે કોઈ તેમને મિત્ર બનાવશે, તો આવા જ લોકો અત્યાચારી છે.” (કુર્આન, ૯ઃર૩)
આ આયતનો સંદર્ભ અને પૃષ્ઠભૂમિને જોવામાં ન આવવાને કારણે આવી ગેરસમજ ઊભી કરવામાં આવી છે. જો તે ધ્યાનમાં રાખવામાં આવે તો વાત સ્પષ્ટ રીતે સમજાય જાય છે કે અહીં મુસલમાનો અને અધર્મીઓ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ છે. એક તરફ ઈસ્લામના શત્રુઓ ઈસ્લામ અને મુસલમાનોને જડમૂળથી ઉખાડી ફેંકવા આકાશ-પાતાળ એક કરી રહ્યા છે અને તે માટે પોતાના મુસલમાન સગા-સંબંધીઓનો પણ તેને માટે ઉપયોગ કરી રહ્યા છે. આવી કટોકટી કે જેમાં ઈસ્લામ અને મુસલમાનોનું અસ્તિત્વ જ ભયમાં મુકાઈ જતું હોય ત્યારે અલ્લાહ કુર્આન દ્વારા મુસલમાનોને સચેત કરી રહ્યો છે કે તમારા પોતાના રિશ્તેદારો, જો ઈસ્લામ-દુશ્મનીમાં તમારા અસ્તિત્વ માટે જોખમ બની ગયા હોય તો તેમના સાથે સંબંધો ન રાખો, તેમના સામે પોતાના રહસ્યોને જાહેર કરીને તેમના ષડ્યંત્રોમાં જાણે-અજાણે સહયોગી ન બનો. આ પરિસ્થિતિમાં દરેક યુગમાં સમગ્ર જગતમાં આવા જ આદેશો જારી કરવામાં આવતા હોય છે. સ્વયં આપણા દેશમાં પણ જો દેશના કોઈ દુશ્મન, કોઈ આતંકવાદી કે કોઈ અપરાધીને તેનો કોઈ સગો, રિશ્તેદાર કે મિત્ર સહયોગ કરે તો તેને પણ દોષિત ઠરાવવામાં આવે છે.
(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ )

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts