(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૮
કુલભૂષણ જાધવ સાથે પાકિસ્તાને કરેલ વર્તનની ભારતમાં ઘણી જ આલોચનાઓ પછી પાકિસ્તાને પોતાનો બચાવ કરતા કહ્યું છે કે અમોએ યોગ્ય વર્તન કર્યો હતો.
પાકિસ્તાન સૈન્યના પ્રવક્તાએ કહ્યું છે કે પાકિસ્તાન ભારતને કુલભૂષણ જાધવને કાઉન્સિલર સેવાઓ આપવા નહીં દેશે. એમણે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે કાઉન્સિલર સેવાઓ આપવામાં આવશે નહીં. અમે કુલભૂષણને માતા અને પત્ની સાથે મળવાની પરવાનગી આપી છે એની પ્રશંસા પશ્ચિમી દેશોએ પણ કરી છે.
એમણે એ હકીકતનો પણ ઈન્કાર કર્યો કે કુલભૂષણ જાધવનું અપહરણ ઈરાનમાંથી કરવામાં આવ્યું હતું. જે પછીએ સંગઠને આઈએસઆઈને સોંપ્યું હતું. રાવલપિંડીમાં મીડિયા સાથે વાતચીત કરતા મેજર જનરલ આસીફ ગફૂરે કહ્યું કે કુલભૂષણની ધરપકડ પાકિસ્તાનમાંથી કરાઈ હતી. અમોએ એક ભારતીય એજન્ટ તરીકે ધરપકડ કરી છે. જે ભારતીય નેવીમાં કાર્યરત છે એ ફક્ત ભારત સાથે સંબંધ ધરાવે છે એમને ઈરાન સાથે કોઈ સંબંધ નથી.
એમણે વધુમાં કહ્યું કે એક નેવી કચેરીમાં કાર્યરત અધિકારી જે ત્રાસવાદી જાહેર થઈ ચૂક્યો છે. એને અમને માતા અને પત્ની સાથે મળવા પરવાનગી આપી હતી. જેનો ભારતે આભાર માનવો જોઈએ. પણ અમે જે પણ કરીએ છીએ ભારત એનો કાયમ વિરોધ જ કરે છે.
મેજરે જણાવ્યું કે અમે કોઈના દબાણને વશ થઈ મુલાકાતની પરવાનગી આપી ન હતી. જો એ પ્રકારનું દબાણ હોત તો અમોએ ભારતને કાઉન્સિલર મદદની પણ પરવાનગી આપી હોત.