‘કૈરાના મતવિસ્તારમાં મુસ્લિમ મતદારો સાથે દુર્વ્યવહાર’ : જીઁએ ચૂંટણી બૂથ પર બુરખા પહેરેલી મહિલાઓની તપાસ કરતો વીડિયો શેર કરવાનો આરોપ લગાવ્યો

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
પોલીસ પર ગંભીર આરોપો મૂકતા સમાજવાદી પાર્ટી (જીઁ)એ દાવો કર્યો હતો કે, શુક્રવારના દિવસે કૈરાના મતવિસ્તારમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન કરવા માટે કૈરાના ઉત્તરપ્રદેશના આઠ મતવિસ્તારોમાંથી એક મતદાન કેન્દ્ર પર મુસ્લિમ મતદારો સાથે દુર્વ્યવહાર થયો હતો. જીઁએ ટિ્‌વટર પર આરોપ લગાવ્યો કે, પોલીસ મુસ્લિમ મતદારો સાથે દુર્વ્યવહાર કરી રહી છે અને કૈરાના મતવિસ્તારના શામલીમાં બૂથ નં.૪૪૭માં તેમને મત આપવાથી અટકાવી રહી છે. પક્ષે ચૂંટણી પંચને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા કાર્યવાહી કરવા હાકલ કરી હતી. જીઁએ જણાવ્યું હતું કે, કૈરાના નગર ઇસ્લામિયા ઇન્ટર કોલેજમાં મતદાન ધીમી ગતિએ ચાલી રહ્યું હતું, વહીવટીતંત્ર પર ઇરાદાપૂર્વક મતદાન પ્રક્રિયા ધીમી કરવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ કૈરાના નગર ઈસ્લામિયા ઈન્ટર કોલેજમાં મતદાન કરવા પહોંચેલી બુરખા પહેરેલી મુસ્લિમ મહિલાઓનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં મહિલા પોલીસ કર્મચારીઓ મુસ્લિમ મહિલાઓની ઓળખ તપાસી રહી છે, જેમાં કેટલાક અધિકારીઓ તપાસ કરવા માટે મહિલાનો બુરખો હટાવતા જોવા મળે છે. ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે સહારનપુર, કામના, મુઝફ્ફરનગર, બિજનૌર, નગીના, મુરાદાબાદ, રામપુર અને પીલીભીત સહિત આઠ મતવિસ્તારોમાં સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. વિવિધ સ્થળોએથી ઈફસ્માં ખામી હોવાના અહેવાલો સામે આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks