કોંગ્રેસે કહ્યું કે, કાયદા પંચના UCC પેપરને અવગણવામાં આવ્યું છે

એક પરામર્શ પત્રમાં ૨૨મા કાયદા પંચે કહ્યું હતું કે, UCC ‘જરૂરી કે ઇચ્છનીય નથી’; જૂન ૨૦૨૩માં કાયદા મંત્રાલયના સંદર્ભ પછી તે ફરીથી UCCની તપાસ કરશે તેવું કહ્યું હતું, UCC રિપોર્ટ સબમિટ કર્યા વિના ઓગસ્ટ ૨૦૨૪માં બંધ કરી દેવામાં આવ્યું

(એજન્સી)                          તા.૧૪
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ (UCC) હેઠળના નિયમોને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે, તેના એક દિવસ પછી કોંગ્રેસે નિર્દેશ કર્યો કે, UCC પર તેનો અહેવાલ સબમિટ કર્યા વિના ૨૨મા કાયદા પંચને બંધ કરી દેવામાં આવ્યું છે. X પરની એક પોસ્ટમાં કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે નોંધ્યું હતું કે, ૨૩મા કાયદા પંચની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ નવી પેનલની વાસ્તવિક રચના હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. રમેશે પૂછ્યું કે, મોદી સરકાર આટલી આદરણીય સંસ્થાની આવી અવગણના કેમ કરી રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts