
રાજસ્થાનના કોટામાં એક દલિત મહિલા પર બળાત્કારનો મામલો સામે
આવ્યો છે, પીડિતાએ તેની ફરિયાદમાં જણાવ્યું કે ૨૮ એપ્રિલની રાત્રે ઘરની સામે રહેતો હેમંત ગોસ્વામી પાછલા દરવાજેથી તેના ઘરમાં ઘૂસ્યો હતો
(એજન્સી) કોટા, તા.૨
રાજસ્થાનના કોટામાં એક દલિત મહિલા પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને પાડોશમાં રહેતા આરોપની શોધ શરૂ કરી છે. આ દરિમયાન, પોલીસે મહિલાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતુ. આશ્ચર્યજનક વાત એ છે કે, આરોપીના મોટા ભાઈ પર પણ બળાત્કારનો આરોપ છે. ખતૌલી પોલીસ સ્ટેશનના એસઆઈ બન્ના લાલે જણાવ્યું હતું કે, બૈરવા સમુદાયની મહિલાએ ૨૯ એપ્રિલે ફરિયાદ દાખલ કર હતી. ફરિયાદમાં તેણીએ જણાવ્યું હતું કે, ૨૮મી એપ્રિલની રાત્રે ઘરની સામે રહેતા હેમંત ગોસ્વામી પાછલા દરવાજેથી ઘરમાં પ્રવેશ્યો હતો. તેણે તેણીને બળજબરીથી પકડી, તેના મોંમાં કપડું ભર્યું અને પછી મહિલા પર બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ આરોપી હેમંત ગોસ્વામી ત્યાંથી ભાગી ગયો હતો. અત્યાર સુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે આરોપીઓએ દલિત મહિલા પર અત્યાચાર ગુજાર્યો છે. તે સમયે તેનો પતિ ઘરની બહાર હતો અને તેના સાસુ અને સસરા ઘરના ધાબા પર સુતા હતા. આરોપીના મોટા ભાઈ પર બળાત્કારનો આરોપ સામે આવ્યો માહિતી મુજબ, ૨૯મીએ રાત્રે આરોપીઓ વિરૂદ્ધ બળાત્કારના ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તે પછી તરત જ પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. એસઆઈનું કહેવું છે કે આરોપી અપરિણીત છે અને પીડિતા જેની સાથે આ બર્બરતા થઈ છે. તેની ઉંમર લગભગ ૨૩ વર્ષની છે. આ ઘટના બાદ ખતૌલી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. આ ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એસઆઈએ કહ્યું હતુ કે પીડિત મહિલાની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને આ કેસમાં લોકોના નિવેદનો નોંધવામાં આવશે.