કોમી એકતાની અનોખી મિસાલ નડિયાદની નવી મસ્જિદના દરવાજા હિન્દુ-મુસ્લિમ વાલીઓ અને પરીક્ષાર્થીઓ માટે ખુલ્લા મૂકાયા

સંસ્કાર સ્કૂલ પરીક્ષા કેન્દ્રની બાજુમાં આવેલી નવી મસ્જિદ દ્વારા વર્ષ ૨૦૧૪થી નિરંતર સેવાકીય પ્રવૃત્તિઓનો અવિરત પ્રવાહ, કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ માટે AC હોલ અને પીવાના ઠંડા પાણી સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ

(સંવાદદાતા દ્વારા)
નડિયાદ, તા.૧૧
ગુજરાતમાં હાલ બોર્ડની પૂરક પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે નડિયાદની નવી મસ્જિદ દ્વારા કોમી એકતા અને માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂં પાડવામાં આવ્યું છે. મસ્જિદની નજીક આવેલી સંસ્કાર સ્કૂલ ખાતે ખેડા જિલ્લાના વિદ્યાર્થીઓ SCC બોર્ડની પૂરક પરીક્ષા આપવા માટે આવ્યા હતા. કાળઝાળ ગરમીની આ સિઝનમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ અને તેમની સાથે દૂર-દૂરથી આવેલા વાલીઓ માટે નવી મસ્જિદ નડિયાદ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ અગાઉ ગત રવિવારે, ૭ જૂન ૨૦૨૬ના રોજ યોજાયેલી GPSCની પરીક્ષા દરમિયાન પણ મસ્જિદ પ્રશાસન અને સ્થાનિક નમાઝીઓ દ્વારા આ જ પ્રકારે સરાહનીય વ્યવસ્થા કરવામાં આવી હતી.નવી મસ્જિદ દ્વારા વર્ષ ૨૦૧૪થી આ પરંપરા અવિરતપણે ચલાવવામાં આવી રહી છે. મસ્જિદ કમિટી અને સ્થાનિક મુસ્લિમ નમાઝી ભાઈઓએ આ વખતે પણ ગરમીનું પ્રમાણ અતિશય હોવાથી વાલીઓને કોઈ તકલીફ ન પડે તે માટે મસ્જિદનો મુખ્ય હોલ (MAIN Hall) વાલીઓના બેસવા માટે ખુલ્લો મૂકી દીધો હતો. ઝોહરનીનમાઝના સમયે વાલીઓને ખલેલ ન પહોંચે તે માટે તમામ નમાઝી ભાઈઓએ પરસ્પર સહકાર આપીને ઉપરના હોલમાં નમાઝ અદા કરી હતી, તેમજ મસ્જિદની બહાર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નમાઝીઓએ પોતાના વાહનોનું પાર્કિંગ પણ પાછલા દરવાજે રાખી ભારે ઉદારતા દાખવી હતી. તારીખ ૧૧-૦૬-૨૬, ૧૫-૦૬-૨૬ અને ૧૬-૦૬-૨૬ના રોજ યોજાનારી પરીક્ષાઓ માટે મસ્જિદ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને શાંતિપૂર્વક તૈયારી કરવા માટે સ્પેશિયલ છઝ્ર હોલ, વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા, પીવાનું ઠંડુ ઇર્.ં. પાણી, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એઇડ કીટ, ઇમરજન્સી માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા, વિશાળ પાર્કિંગ એરિયા તેમજ મહિલાઓ અને પુરૂષો માટે અલગ શૌચાલય જેવી અદ્યતન સગવડો પૂરી પાડવામાં આવી છે. એટલું જ નહીં વાલીઓને સવારે ચા અને બપોરે ઠંડા પીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુંસૌથી મહત્વની અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે પરીક્ષા કેન્દ્ર પર આવેલા વાલીઓમાંથી આશરે ૮૦ ટકા જેટલા વાલીઓ હિન્દુ સમુદાયના હતા. જાતિ, જ્ઞાતિ કે ધર્મના કોઈ પણ ભેદભાવ વિના મસ્જિદ દ્વારા કરવામાં આવેલી આ ઉમદા અને હૃદયસ્પર્શી વ્યવસ્થા જોઈને તમામ હિન્દુ વાલીઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને મસ્જિદના સંચાલકો તેમજ મુસ્લિમ સમાજનો દિલથી આભાર માન્યો હતો. ભરઉનાળે મસ્જિદના આંગણે જોવા મળેલ આ દૃશ્ય હિન્દુ-મુસ્લિમ એકતા, ભાઈચારાની ખરી મિસાલ પેશ કરે છે, જેની આજે સમગ્ર પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે. નવી મસ્જિદ કમિટીના ટ્રસ્ટી આબીદભાઈ ડુચ; લતીફભાઈ; રફિકભાઈ તથા નવી મસ્જિદ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts