કોહલીની પ્રશંસા કરવા માટે નવી ડિક્શનરી ખરીદવી પડશે : શાસ્ત્રી

સેન્ચ્યુરીયન, તા. ૧૭
દ.આફ્રિકા પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા પ્રથમ બે ટેસ્ટ હાર્યા બાદ ત્રીજી ટેસ્ટમાં જીતી પોતાની લયમાં આવી ગઈ ત્યારબાદ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ વન-ડે સિરીઝમાં પ-૧થી શાનદાર જીત મેળવી ટેસ્ટ બાદ વન-ડેમાં પણ વિરાટનું પ્રદર્શન શાનદાર રહ્યું અને તેણે આ સિરીઝમાં ત્રણ સદી અને એક અર્ધસદી સહિત પપ૮ રન બનાવ્યા. વિરાટના આ ઉમદા પ્રદર્શનથી ખુશ થયેલા ટીમના મુખ્ય કેાચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે કોહલીની સફળતા સામે તેમની પાસે હાલ બધા વિશ્લેષણ હવે નાના લાગી રહ્યા છે. લોકોએ તેની પ્રશંસા માટે અમુક નવા શબ્દો શોધવા પડશે. પત્રકારો સાથે ચર્ચા કરતા શાસ્ત્રીએ કહ્યું કે હવે તેમણે વિરાટ વિશે લખવા માટે અમુક નવા શબ્દો શોધવા પડશે તેમણે હસતા કહ્યું કે જો હું તેમની જગ્યાએ હોત તો આગામી દિવસે તમને બુકશોપ પર નવી ડીક્શનરી ખરીદતા જોતા. આ દરમ્યાન કોહલી દ્વિપક્ષીય વન-ડે સિરીઝમાં પ૦૦ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટસમેન બની ગયો છે. કોહલીએ અંતિમ વન-ડેમાં સદી ફટકારી રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts