કોહલી એક ટીમ માટે રમીને ૬ હજાર રન બનાવનાર પ્રથમ બેટ્‌સમેન

મુંબઇ,તા.૧૧
કેપ્ટન વિરાટ કોહલીની ધમાકેદાર ઇનિંગ્સ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેમના બોલિંગ પ્રદર્શનના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને ૩૭ રનથી હરાવી હતી. કોહલીએ આ મેચમાં અણનમ ૯૦ રન બનાવ્યા, જેના પર તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ચેન્નાઈ સુપર કિંગ્સને ૧૭૦ રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઇનિંગ દરમિયાન કોહલીએ સાથી ખેલાડી એબી ડીવિલિયર્સના અંદાજમાં શોટ રમ્યો, જેણે દરેકને આશ્ચર્યમાં મુકી દીધા. અગાઉ કોહલીએ આવુ કર્યું ન હતું. ઝડપી બોલરની બોલિંગ પર શોટ રમ્યો ન હતો.
વિરાટ કોહલીએ ૈંઁન્માં બીજો મોટો રેકોર્ડ બનાવ્યો છે. કોહલી ૈંઁન્ અને ટી ૨૦ના ઇતિહાસમાં કોઈ એક ટીમ માટે રમીને ૬૦૦૦ રન બનાવનારો પ્રથમ બેટ્‌સમેન બન્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમતી વખતે વિરાટે ૬૦૦૦થી વધુ રન બનાવ્યા છે. ટી ૨૦ ક્રિકેટના ઇતિહાસમાં કોઈ એક ટીમ માટે કોહલી સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન છે.
કોહલી પહેલા ટી -૨૦ માં કોઈ પણ બેટ્‌સમેન ૬૦૦૦ રન બનાવી શક્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ ટી ૨૦ વતી સુરેશ રૈનાએ ૫૩૬૯ રન બનાવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks