કૌશામ્બીમાં સ્થાનિક દબંગો દ્વારા ભેંસના મુસ્લિમ વેપારી પર હુમલો અને લૂંટફાટ

 

પીડિત અફશર અલીને એક અજાણ્યો શખ્સ તેની મોટરસાઇકલ પરથી નીચે ધકેલીને વારંવાર માર મારતો જોવા મળે છે

 

(એજન્સી) તા.૧૭
બુધવાર, ૧૬ સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન વાયરલ થયેલા એક ચોંકાવનારા વીડિયોએ ભારે રોષ જગાવ્યો છે; આ વીડિયોમાં ઉત્તરપ્રદેશના કૌશામ્બી જિલ્લામાં સ્થાનિક દબંગો દ્વારા મુસ્લિમ ભેંસના વેપારી પર હુમલો કરવામાં આવતો જોવા મળે છે.
આ ક્લિપમાં પીડિત અફશર અલીને એક અજાણ્યો શખ્સ તેની મોટરસાઇકલ પરથી નીચે ધકેલીને વારંવાર માર મારતો જોવા મળે છે. હુમલાખોર અલીને ‘તૌબા કર’ (પસ્તાવો કર) તેમ કહેતો સંભળાય છે અને અલીએ તેમ કર્યા પછી પણ તેને થપ્પડો મારવાનું અને મારપીટ કરવાનું ચાલુ રાખે છે. આસપાસના લોકો હુમલાને રોકવા માટે વચ્ચે પડવાનો પ્રયાસ કરતા પણ જોવા મળે છે.અલીના જણાવ્યા અનુસાર આ ઘટના કરારી પોલીસ સ્ટેશન હેઠળના જામદુઆ વિસ્તાર નજીક બની હતી, જ્યારે તે તેના સાસરેથી પરત ફરી રહ્યો હતો. તેણે આક્ષેપ કર્યો હતો કે, હુમલો શરૂ કરતા પહેલા મુખ્ય હુમલાખોરે દારૂ માટે પૈસાની માગણી કરી હતી અને કહ્યું હતું કે, ‘તું આટલું કમાય છે, તો શું અમને દારૂ પણ ન પીવડાવી શકે ?’ ત્યારબાદ અન્ય દબંગો પણ તેમાં જોડાયા હતા અને તેને સખત માર માર્યો હતો, તેમજ કથિત રીતે ૪૫૦૦ રૂપિયા પડાવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. અલીએ ફરિયાદ નોંધાવ્યા બાદ કરારી પોલીસ પર નિષ્ક્રિયતાનો આરોપ મૂક્યો છે. બાદમાં તેણે ન્યાય મેળવવા અને હુમલાખોરો સામે કડક કાર્યવાહીની માંગ કરવા માટે કૌશામ્બીના પોલીસ અધિક્ષક (જીઁ) સાથે મુલાકાત કરી હતી. વાયરલ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા કૌશામ્બી પોલીસે પુષ્ટિ કરી છે કે, ભારતીય ન્યાય સંહિતા (મ્દ્ગજી)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં તપાસ ચાલી રહી છે અને પોલીસે જણાવ્યું છે કે, આગળની કાયદાકીય કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks