ક્રિકેટ સાથે બળાત્કાર… : બાસિત અલી

બાબર આઝમ સહિત ત્રણ સ્ટાર ખેલાડીઓના ડ્રોપ થવા પર પાકિસ્તાની દિગ્ગજ ભડક્યો

નવી દિલ્હી, તા.૧૪
સ્ટાર બેટ્‌સમેન બાબર આઝમ, ઘાતક ઝડપી બોલર શાહીન આફ્રિદી અને નસીમ શાહનું પાકિસ્તાન ટેસ્ટ ટીમમાંથી પત્તું કપાઈ ગયું છે. પીસીબીએ નિવેદનમાં કહ્યું કે, મુખ્ય ખેલાડીઓના હાલના ફોર્મ અને ફિટનેસને ધ્યાનમાં રાખતા આરામ આપવાનો નિર્ણય કરાયો છે. બાબર સહિત ત્રણ સ્ટાર ખેલાડીઓના ડ્રોપ થવા પર પાકિસ્તાની ક્રિકેટર બાસિત અલી ભડકી ગયો છે. તેણે આને ક્રિકેટ સાથે બળાત્કાર ગણાવ્યો છે. તેણે સિલેક્શન કમિટીની ઝાટકણી કાઢી છે. બાસિતે કહ્યું કે, કમિટીએ કહ્યું કે, આ ખેલાડીઓને આરામ અપાયો છે. આ ઘણો સારો જુમલો છે. જો રેસ્ટની જગ્યાએ ડ્રોપ કહેતા તો જુમલો ખોટો છે. આ વધારે પડતું છે. આ ક્રિકેટ સાથે બળાત્કાર છે. જો ડ્રોપવાળો જુમલો આવે છે. આ અમારા હીરો હતા અને રહેશે. પ્રદર્શન ઉપર-નીચે થતું રહે છે. બાસિતનું માનવું છે કે, મોટા ખેલાડીઓને ફક્ત પોતાનું વર્ચસ્વ બતાવવા માટે બહાર કરાયા છે. તેણે કહ્યું કે, જે ત્રણ મોટા નામને ડ્રોપ કરવામાં આવ્યા છે, બધું ગોલમાલ છે. જે બતાવવા માંગે છે કે, અમે આવ્યા છે તો બિલકુલ અલગ વસ્તુઓ કરીશું પણ એવું નથી. દ.આફ્રિકા સિરીઝમાં આ બધા પ્લેયર હશે. દ.આફ્રિકામાં મોટા દિલના પ્લેયર જોઈશે. બાસિતે પાકિસ્તાન ટેસ્ટ ટીમના કપ્તાન શાન મસૂદની આકરી ટીકા કરી છે. પૂર્વ ક્રિકેટરે કહ્યું કે, પ્રજાની આંખોમાં મરચાં નાંખતા રહો. પ્રેસ કોન્ફરન્સમાં સારૂં ઇંગ્લિશ બોલી પાગલ બનાવતા રહો. હવે કહી રહ્યા છે કે, બોલરોએ ૨૦ વિકેટ ઝડપી નહીં પણ ૨૦ વિકેટ તમે તો આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts