ક્રોએશિયન રાષ્ટ્રપતિએ ગાઝા નરસંહાર અંગે ઝાગ્રેબમાંઇઝરાયેલી વિદેશ મંત્રી સાથે મળવાનો ઇન્કાર કર્યો

(એજન્સી) તા.૧૦
ક્રોએશિયન રાષ્ટ્રપતિ ઝોરાન મિલાનોવિકે મંગળવારે ગાઝામાં ઇઝરાયેલની ચાલી રહેલી કાર્યવાહીને ટાંકીને ઇઝરાયેલના વિદેશ મંત્રી ગિડોન સારને મળવાનો ઇન્કાર કર્યો, જેઓ ઝાગ્રેબની સત્તાવાર મુલાકાતે છે. મિલાનોવિકે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે સમજી શક્યા નથી કે શા માટે સારને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને શા માટે વડાપ્રધાન એન્ડ્રેજ પ્લેન્કોવિક, વિદેશ મંત્રી ગોર્ડન ગ્રલિક રેડમેન અને સંસદના અધ્યક્ષ ગોર્ડન જેન્ડ્રોકોવિચે તેમની સાથે મુલાકાત કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી ઇઝરાયેલનું ‘ગાઝાના લોકો સામે નરસંહાર’ ચાલુ રહેશે ત્યાં સુધી આવી મુલાકાત અસ્વીકાર્ય છે. તેમણે જણાવ્યું કે જો હું તે સરકારમાંથી કોઈને મળ્યો, તો તેનો અર્થ એ થશે કે હું ઇઝરાયેલની હિંસા, વંશીય સફાઇ અને યુદ્ધ અપરાધોને મંજૂરી આપું છું. તેણે પેલેસ્ટીન રાજ્યને માન્યતા આપવાના પગલાં લેવાને બદલે ઈઝરાયેલી સત્તાવાળાઓને ટેકો આપવા બદલ ક્રોએશિયન સરકારની ટીકા કરી. તેમણે જણાવ્યું કે, ‘ગાઝા પર ઈઝરાયેલના હુમલાને ૧૯૯૦ના દાયકામાં ક્રોએશિયા દ્વારા ચલાવવામાં આવેલા યુદ્ધ સાથે સરખાવવું એક મોટી ભૂલ છે. ત્યારે ક્રોએશિયાએ પોતાનો બચાવ કર્યો હતો. ઈઝરાયેલ ગાઝા પર નિર્દયતાથી હુમલો કરી હજારો લોકોની હત્યા કરી રહ્યું છે.’ વડાપ્રધાન પ્લેન્કોવિક સાથેની મીટિંગ પહેલાં સરને ઝાગ્રેબમાં વિરોધનો સામનો કરવો પડ્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks