ગાંગુલીએ ધોનીને થાળીમાં સજાવીને વિનિંગ ટીમ આપી હતી : શ્રીકાંત

નવી દિલ્હી, તા.૧૩
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન શ્રીકાંતે કહ્યું છે કે સૌરવ ગાંગુલીએ મજબૂત ભારતીય ટીમનો આધાર મૂક્યો. તેમણે કહ્યું કે ગાંગુલીએ એક મજબૂત વિનિંગ કોમ્બીનેશન ધોનીને થાળીમાં સજાવીને આપ્યું. તેમણે કહ્યું કે ગાંગુલીએ ભારતીય ટીમની માનસિક્તા અને રમવાનું વલણ બદલ્યું. સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેકટેડમાં શ્રીકાંત ઉપરાંત ગૌતમ ગંભીર, ગ્રીમ સ્મિથ અને કુમાર સંગાકારા ઉપસ્થિત હતા. આ બધા ખેલાડી ભારતીય ક્રિકેટમાં આવેલા ફેરફાર અને સૌરવ ગાંગુલી અને ધોની દ્વારા છોડાયેલા વારસા પર ચર્ચા કરી રહ્યા હતા. શ્રીકાંતે કહ્યું કે, ગાંગુલી ભારતીય ક્રિકેટનું વલણ બદલનાર કપ્તાન હતો. તેમણે કહ્યું કે ગાંગુલીએ ખૂબ જ મુશ્કેલીના સમયમાં કેપ્ટનશિપ સંભાળી હતી. તેમણે ભારતીય ક્રિકેટમાં ફેરફારની પ્રક્રિયાને શરૂ કરી. તેમણે ટીમની પૂરી માનસિકતા બદલી નાંખી. ગંભીરનું કહેવું હતું કે ધોનીએ કોહલીને વધારે ક્વોલિટી પ્લેયર આપ્યા નથી. કોહલી પોતે રોહિત શર્મા અને બુમરાહ સિવાય એવો કોઈ ખેલાડી નથી જે તમને ટુર્નામેન્ટમાં જીત અપાવી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks