International

ગાઝાની હોસ્પિટલના પ્રમુખ અબુ સફિયાને ઇઝરાયેલી જેલમાં અટકાયતમાં લેવામાં આવ્યા, ત્રાસ આપવામાં આવ્યો : વકીલ

(એજન્સી)                              તા.૧૪
ગાઝાની કમલ અદવાન હોસ્પિટલના ડાયરેક્ટરને ઇઝરાયેલી લશ્કરી જેલમાં વિવિધ પ્રકારની તીવ્ર યાતનાઓ અને અમાનવીય વર્તનનો સામનો કરવો પડ્યો છે, એમ તેમના વકીલે અલ જઝીરાને જણાવ્યું હતું.૫૧ વર્ષીય હુસામ અબુ સફિયાને ડિસેમ્બરમાં ગાઝામાં ઇઝરાયેલી દળો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને ઇઝરાયેલના નેગેવ રણમાં સેદે તેઇમાન લશ્કરી અટકાયત શિબિરમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને રામલ્લાહ નજીકની ઓફર જેલમાં સ્થાળાંતરિત કરવામાં આવ્યા હતા.સમીર અલ-મનામા, અલ મેઝાન સેન્ટર ફોર હ્યુમન રાઇટ્‌સ સાથેના વકીલ જેમણે મંગળવારે ઓફર જેલમાં તેમની મુલાકાત લીધી હતી, જણાવ્યું કે, તેમને બળજબરીથી ધરપકડ કરવામાં આવી હતી, હાથકડી પહેરવામાં આવી હતી અને હોસ્પિટલમાંથી આર્મી કેમ્પમાં લઈ જવામાં આવ્યા પછી તેમના કપડાં ઉતારવાની ફરજ પાડવામાં આવી હતી.અલ-મનામાએ જણાવ્યું હતું કે, અબુ સફિયા ‘વિસ્તૃત હૃદયના સ્નાયુ અને હાઈ બ્લડ પ્રેશર’થી પીડાય છે અને તેને મારવામાં આવ્યો હતો અને હૃદયની સ્થિતિ માટે સારવારનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.વકીલે જણાવ્યું હતું  કે, ૯ જાન્યુઆરીના રોજ તેને ઓફ્ટર જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને ૨૫ દિવસ માટે એકાંત કારાવાસમાં રાખવામાં આવ્યો હતો અને ઇઝરાયેલી સેના, ઇઝરાયેલી ગુપ્તચર અને પોલીસ દ્વારા તેની સતત પૂછપરછ કરવામાં આવી હતી.વકીલે જણાવ્યું કે, તેમની સામેના તમામ આરોપોને નકારવા છતાં ઇઝરાયેલી દળોએ તેની પાસેથી કબૂલાત મેળવવા માટે તેને ઇલેક્ટ્રીક ડંડાથી માર્યો.