(એજન્સી) તેલ અવીવ, તા.૧૬
ઈઝરાયેલના રક્ષા મંત્રી ઈઝરાયેલ કાત્ઝે ઘેરાયેલા ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા વ્યાપક વિનાશ અંગે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે ગાઝામાં થયેલી તબાહી જોઈને તેમને “સારૂં લાગી રહ્યું છે.” કાત્ઝના જણાવ્યા અનુસાર, આ વિનાશ કોઈ અકસ્માત નથી પરંતુ ખતરાઓને જડમૂળથી ખતમ કરવા માટે ઘડવામાં આવેલી એક “આયોજનબદ્ધ નીતિ” (ઙ્ઘીઙ્મૈહ્વીટ્ઠિીં ર્ઙ્મૈષ્ઠઅ)નું પરિણામ છે. ઉત્તરી ગાઝાના પ્રવાસ દરમિયાન ઈઝરાયેલની ‘ચેનલ ૧૪’ સાથે વાતચીત કરતા રક્ષા મંત્રીએ આ વિસ્તારમાં સેન્ય સાથે જોડાયેલી ત્રણ નવી વસાહતો (સેટલમેન્ટ આઉટપોસ્ટ) સ્થાપવાની પણ જાહેરાત કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ગાઝામાં થયેલો વિનાશ જોઈને તેમને કેવું લાગે છે, ત્યારે કાત્ઝે વળતો સવાલ કરતા કહ્યું, “સારૂં લાગી રહ્યું છે, નથી લાગતું ?” તેમણે ઉમેર્યું કે ઈઝરાયેલે હવે માત્ર હુમલા કરીને પાછા હટી જવાની જૂની રણનીતિ છોડી દીધી છે. હવે સેના ગાઝાની અંદર છે, આતંકવાદીઓ બહાર છે અને તેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. રક્ષા મંત્રીએ વર્ષ ૨૦૦૫ માં ઈઝરાયેલ દ્વારા ખાલી કરવામાં આવેલા ઉત્તરી ગાઝાના વિસ્તારોમાં ત્રણ ‘નાહલ આઉટપોસ્ટ’ (દ્ગટ્ઠરટ્ઠઙ્મર્ ેંર્જંજ) સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે નાહલ આઉટપોસ્ટ એ સેન્ય સાથે જોડાયેલા એવા જૂથો છે, જે ઐતિહાસિક રીતે નવી વસાહતો સ્થાપવા માટે વપરાય છે અને પાછળથી તે નાગરિક વસાહતોમાં ફેરવાઈ જાય છે. કાત્ઝે આ પગલાને સુરક્ષાના દૃષ્ટિકોણથી જરૂરી ગણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૨૩ થી શરૂ થયેલા આ સંઘર્ષમાં ઈઝરાયેલી હુમલાઓને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં ૭૩,૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે, જેમાં મોટાભાગે મહિલાઓ અને બાળકો સામેલ છે. આ ઉપરાંત ૧,૭૩,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સૈન્ય કાર્યવાહીના કારણે ગાઝાનો મોટો ભાગ ખંડેરમાં ફેરવાઈ ગયો છે અને ત્યાંની સમગ્ર વસ્તી વિસ્થાપિત થવા મજબૂર બની છે.