
(એજન્સી) ગાઝા, તા.૮
આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થાઓએ ફરી એક વખત ચેતવણી આપી છે કે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝામાં કામ કરવું તેમના માટે અશક્ય છે જેને ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સના પ્રમુખે નરસંહારના સ્તરની નજીક તરીકે વર્ણવ્યું છે. ઇઝરાયેલી કબજેદાર દળો સાથે પૂર્વ-આયોજિત માર્ગ પર વિવાદ-મુક્ત ઝોનમાં તેમના સશસ્ત્ર વાહનો પર ઇઝરાયેલી હવાઈ હુમલામાં વર્લ્ડ સેન્ટ્રલ કિચન (WCK)ના સાત સભ્યો માર્યા ગયાના દિવસો પછી ચેતવણી આપવામાં આવી છે. ફ્રાન્સમાં ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સના પ્રમુખ ઈસાબેલ ડેફોર્નીએ જણાવ્યું હતું કે રાહત કાર્યકરોને નિશાન બનાવવું આશ્ચર્યજનક નથી કારણ કે છેલ્લા છ મહિનાથી અમે એવી વસ્તી કે જે ફસાયેલી છે ખોરાકથી વંચિત છે અને મોટા પાયે બોમ્બ વિસ્ફોટોમાં ઘેરાયેલ સમગ્ર વસ્તી પર યુદ્ધ કરવા માટે ઇઝરાયેલની પસંદગીઓ જોઈ છે ગાઝાને ધીમે-ધીમે માનવજીવન માટે અયોગ્ય બનાવવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું, આ સમગ્ર રીતે આતંકની રેખા પાર કરી ગયું છે. તેણીએ ઉમેર્યું હતું કે સંગઠન ગાઝા છોડવાની યોજના નથી.