ગાઝા પટ્ટી પર ઈઝરાયેલી હવાઈ હુમલામાં સહાયતા ઇચ્છતા સહિત ૭૦ પેલેસ્ટીનીઓનાં મોત

(એજન્સી)                                           તા.૧૩
તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે ગાઝા પટ્ટીમાં ઘણા સ્થળો પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં ૨૭ સહાય શોધનારાઓ સહિત ૭૬ પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા છે. પશ્ચિમ ગાઝા શહેરમાં ઇસ્લામિક યુનિવર્સિટીની સામે જમાલ અબ્દેલ નાસર સ્ટ્રીટ પર થયેલા હવાઈ હુમલામાં માતા અને તેના ત્રણ બાળકો મૃત્યુ પામ્યા છે. શહેરના પૂર્વીય અલ-તુફાહ વિસ્તારમાં, યાફા સ્કૂલ નજીક એક ઘર પર ઈઝરાયેલની મિસાઈલ અથડાતાં ચાર મહિલાઓના મોત થયા છે અને ૧૦ અન્ય નાગરિકો ઘાયલ થયા હતા. ગાઝા શહેરના શેખ રદવાન વિસ્તારમાં રહેણાંક એપાર્ટમેન્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા હવાઈ હુમલામાં એક પરિવારના ત્રણ સભ્યો મૃત્યુ પામ્યા છે. ગાઝા સિટીના અલ-રિમલ વિસ્તારમાં એક ઘર પર અલગ-અલગ હુમલામાં બે વધુ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે. અધિકૃત પેલેસ્ટીની સમાચાર એજન્સી વાફાએ અહેવાલ આપ્યો છે કે ગાઝા શહેરના ઝેઈટૌન વિસ્તારમાં અલ-શફી મસ્જિદ નજીક એક ઘરને નિશાન બનાવતા ઇઝરાયેલી હવાઈ હુમલામાં સાત નાગરિકો મૃત્યુ પામ્યા અને અન્ય ઘાયલ થયા હતા. ગાઝા સિટીના પશ્ચિમમાં, શાતી શરણાર્થી શિબિરના અલ-બ્લાખિયા વિસ્તારમાં નાગરિકોના સમુહ પર ઇઝરાયેલી લડાકુ વિમાનોએ હુમલો કર્યો ત્યારે વધુ ત્રણ લોકો માર્યા ગયા અને અન્ય ઘાયલ મધ્ય ગાઝા પટ્ટીમાં નુસરાત શરણાર્થી શિબિરની પશ્ચિમે, અલ-હસૈના શાળાની નજીક એક મકાનમાં બોમ્બ વિસ્ફોટ થતાં એક બાળકનું મૃત્યુ થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એક ઇઝરાયેલી ડ્રોને દેઇર અલ-બાલાહના અલ-મન્સુરા વિસ્તારમાં વિસ્થાપિત પરિવારોના ટેન્ટ હાઉસિંગ પર પણ હુમલો કર્યો, જેમાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત સાત પેલેસ્ટીનીઓ મૃત્યુ પામ્યા.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts