ગાઝા યુદ્ધવિરામના પ્રસ્તાવ પર હમાસે ‘સકારાત્મક’ પ્રતિભાવ આપ્યો, હવે અમલીકરણ પર વાતચીત થશે

(એજન્સી)                                                        તા.૧૮
હમાસે શુક્રવારે જણાવ્યું કે, તેણે ગાઝામાં યુદ્ધવિરામ માટેના તાજેતરના પ્રસ્તાવને ‘હકારાત્મક’ પ્રતિસાદ આપ્યો છે, પરંતુ કહ્યું કે, અમલીકરણ પર વધુ મંત્રણાની જરૂર છે. તે સ્પષ્ટ નથી કે હમાસના નિવેદનનો અર્થ એ છે કે, તેણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ૬૦-દિવસની યુદ્ધવિરામની ઓફર સ્વીકારી છે. હમાસ બાંયધરી માંગે છે કે, પ્રારંભિક યુદ્ધવિરામથી યુદ્ધનો સંપૂર્ણ અંત આવશે, જે હવે લગભગ ૨૧ મહિના જૂનું છે. ટ્રમ્પ સોદા સુધી પહોંચવા માટે સખત દબાણ કરી રહ્યા છે, અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ કરારની ચર્ચા કરવા માટે આવતા અઠવાડિયે વ્હાઇટ હાઉસની મુલાકાત લેવાના છે. શુક્રવારે સવારે ગાઝામાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ૧૫ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે ત્યારે હમાસનું નિવેદન આવ્યું હતું, જ્યારે એક હોસ્પિટલે જણાવ્યું કે, મદદ માંગતી વખતે ૨૦ અન્ય લોકો ગોળીબારમાં મૃત્યુ પામ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયે જણાવ્યું છે કે, ગાઝામાં એક મહિનામાં ૬૧૩ પેલેસ્ટીનીઓ સહાય મેળવવાનો પ્રયાસ કરતા મૃત્યુ પામ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, મોટાભાગના લોકો ઇઝરાયેલી સમર્થિત યુએસ સંસ્થા દ્વારા સંચાલિત ખાદ્ય વિતરણ કેન્દ્રો સુધી પહોંચવાનો પ્રયાસ કરતી વખતે માર્યા ગયા હતા, જ્યારે અન્ય લોકો યુએન અથવા અન્ય માનવતાવાદી સંસ્થાઓ સાથે જોડાયેલા સહાય ટ્રકની રાહ જોતા મૃત્યુ પામ્યા હતા. ટ્રમ્પે મંગળવારે જણાવ્યું કે, ઇઝરાયેલ ગાઝામાં ૬૦-દિવસના યુદ્ધવિરામની શરતો માટે સંમત થયું છે જે દરમિયાન યુએસ ‘યુદ્ધનો અંત લાવવા માટે તમામ પક્ષો સાથે કામ કરશે.’ તેમણે હમાસને પરિસ્થિતિ વણસે તે પહેલા આ સોદો સ્વીકારવા વિનંતી કરી હતી. શુક્રવારે મોડી રાત્રે એક નિવેદનમાં, હમાસે કહ્યું કે, તેણે ઇજિપ્ત અને કતારના મધ્યસ્થીઓને ‘તેનો સકારાત્મક પ્રતિસાદ સબમિટ કર્યો છે’.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts