ગાઝા વિસ્તાર પર ઇઝરાયેલના ભયાનક હવાઈ હુમલાઓમાં ૭૯ ટકા મસ્જિદો અને ત્રણ ચર્ચનો નાશ

(એજન્સી)                                          નવી દિલ્હી, તા.૨ 
ગાઝા પટ્ટી વિસ્તાર પર ઇઝરાયેલના ભયાનક હવાઈ હુમલાઓને કારણે આ વિસ્તારની ૭૯ ટકા જેટલી મસ્જિદો અત્યાર સુધીમાં કાટમાળ બની ગઈ છે અને ત્રણ ચર્ચ પણ તોડી પાડવામાં આવ્યા છે અને બોમ્બમારાથી તેનો પણ નાશ થઈ ગયો છે તેમ પેલેસ્ટીની સહાય વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું હતું. ઈકરામી અલ-મુદાલાલે જણાવ્યું હતું કે આ પ્રદેશના મજહબી મંત્રાલય સાથે સંકળાયેલા ૨૫૫ જેટલા આલીમો અને ઇમામોની ઇઝરાયેલના લશ્કર દ્વારા હત્યા કરી નાખવામાં આવી છે અને અન્ય ૨૬ની અટકાયત કરીને જેલમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળો પર નિશાન બનાવીને ઇઝરાયેલના લશ્કર દ્વારા તમામ આંતરરાષ્ટ્રીય કાયદા તથા માનવ અધિકાર કાયદા અને પવિત્રતાનો ખુલ્લો ભંગ કર્યો છે. ઇઝરાયેલના આક્રમણથી ૬૦માંથી ૩૨ કબ્રસ્તાનનો પણ નાશ થયો છે. ૧૪ જેટલા કબ્રસ્તાનોનો સંપૂર્ણ નાશ થયો છે અને બીજા ૧૮ને આંશિક નુકસાન થયું છે. સદીઓથી ગાઝા વિસ્તાર ભિન્નભિન્ન સંસ્કૃતિઓ તથા રાષ્ટ્રીયતા અને અલગ અલગ ધર્મો વચ્ચેની એશિયાના આફ્રિકાની કળી સમો વિસ્તાર રહ્યો છે પરંતુ ઇઝરાયેલના હુમલામાં અનેક મસ્જિદોનો નાશ થયો છે અને બીજા અનેક આવા ધર્મસ્થાનોને ખરાબ રીતે નુકસાન થયું છે. વિખ્યાત અને ઐતિહાસિક સૈયદ અલ હાસિમ મસ્જિદ તથા બીજી એક ઐતિહાસિક મસ્જિદનો પણ નાશ કરવામાં આવ્યો છે અને અસંખ્ય ચર્ચને પણ ઇઝરાયેલે નિશાન બનાવ્યા છે જેમાં સંત પોર્ફીરિયસ ચર્ચનો પણ સમાવેશ થાય છે જે સૌથી જૂનામાં જૂનું ચર્ચ હતું અને વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી પ્રાચીન ચર્ચ હતું તેને પણ સખત નુકસાન થયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks