ગાય ઉપયોગી પશુ છે, એ ભગવાનનથી : હિન્દુ હૃદય સમ્રાટ સાવરકર

તમે જાણો છો કે ‘હિન્દુત્વ’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ વિનાયક દામોદર સાવરકરે કર્યો હતો? શું તમે જાણો છો શબ્દ ‘હિન્દુ હૃદય સમ્રાટ’ નો સૌપ્રથમ ઉપયોગ તેમના માટે જ કરવામાં આવ્યો હતો? શું તમે જાણો છો કે તે એક હિન્દુ રાષ્ટ્રવાદી હતા પણ સંઘ સાથે તેઓ કેટલાક મુદ્દાઓ પર સંમત ન હતા ? અને તમે ખબર છે કે તેઓએ એમ પણ કહ્યું છે કે ગાય એ “એક ઉપયોગી પ્રાણી છે” અને જો જરૂરી હોય તો ગૌમાંસ ખાઈ પણ શકાય ?
કલ્પના કરો કે તેઓની આ વાતનો એક સો વર્ષ પહેલાં કેવો પ્રતિભાવ આપ્યો મળ્યો હશે! તેમના અનુયાયીઓ તેમની રાજકીય હિન્દુત્વ વિચારધારા સાથે પ્રભાવિત હતા, પરંતુ તેમાંના મોટા ભાગના તેમના “વૈજ્ઞાનિક” અને “પ્રગતિશીલ” હિન્દુ ધર્મ વિશે વિચારો સાથે સંમત ન હતા.
આજે, જ્યારે ગાય અને તેનું રક્ષણ રાષ્ટ્ર માટે જાણે સૌથી મહત્ત્વનો મુદ્દો હોય તેવું લાગે છે, પણ હિન્દુત્વના આઈકોન ફડ્ઢ સાવરકરે કહ્યું હતું કે ગાયનો દેશની આર્થિક પ્રગતિ માટે ઉપયોગ કરવો જોઇએ. સાવરકર પોતાના ‘વિજ્ઞાન-નિષ્ઠા નિબંધો’માં, લખે છે કે ગાયનું રક્ષણ ચોક્કસ કરવું જોઈએ પરંતુ એટલા માટે નહીં કે તે એક દૈવી પશુ છે પરંતુ એટલા માટે કે તે મનુષ્યો માટે ઉપયોગી છે.
ગાય એવું એક પ્રાણી છે જે અમને ઉપયોગી છે માટે તેના તરફ અમને કૃતજ્ઞતાની લાગણી છે, દરેક જીવો પ્રત્યે કરૂણા એ હિન્દુ લક્ષણ સાથે ખાસ કરીને સુસંગત છે માટે ગાય અને ભેંસ જેવા પ્રાણીઓ, લીમડા અને પીપળાના વૃક્ષો માણસ માટે ઉપયોગી છે, તેથી અમને તેનો મોહ હોય છે ; એટલી હદ સુધી અમે તેમની પૂજા કરવા માટે પણ વિચારણા કરી શકીએ છીએ … કોઈપણ જીવ કે વસ્તુને ધાર્મિક મહત્ત્વ આપવું એ તેને ઈશ્વરી કાયદા અનુસાર સ્થિતિ આપે છે. પણ આવા અંધશ્રદ્ધાળુ વિચાર દેશની બુદ્ધિનો નાશ કરે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks