ગોંડા : જમીન વિવાદમાં દલિત વ્યક્તિની ગોળી મારી હત્યા

(એજન્સી) નવી દિલ્હી, તા.૪
એક ભૂતપૂર્વ સૈનિકે સોમવારના રોજ ગોંડા જિલ્લામાં જમીન વિવાદને કારણે અનુસૂચિત જાતિના એક વ્યક્તિને કથિત રીતે ગોળી મારી દીધી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. પોલીસ અધિક્ષક (જીઁ) વિનીત જયસ્વાલે જણાવ્યું હતું કે, જિલ્લાના ઉમરી બેગમગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની ગ્રામ પંચાયત તારાડીહ (લાલા પૂર્વા)ના રહેવાસી નિવૃત્ત સૈનિક અરૂણ સિંહનો તે જ ગામના ૪૬ વર્ષીય દલિત રમેશ ભારતી સાથે રસ્તાની જમીનનો વિવાદ થયો હતો. એસપીએ જણાવ્યું કે, સોમવારની સાંજે અરૂણ સિંહે તરબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના પાકરી દુબે ગામ પાસે રમેશને ઘેરી લીધો અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો. જેના કારણે તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો. એસપીએ કહ્યું કે, ઘટનાની માહિતી મળ્યા પછી, ફોરેન્સિક ટીમની સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને મૃતદેહને કસ્ટડીમાં લીધો અને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા મુખ્યાલય મોકલી આપ્યો. અધિકારીએ જણાવ્યું કે, મૃતકના પુત્રની ફરિયાદ પર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હત્યા માટે એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીઓને પકડવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે, આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks