ગૌરક્ષક સેલિબ્રિટી કઇ રીતે બનવું ? : હવેગૌરક્ષકો પણ સેલિબ્રિટીનો દરજ્જો ધરાવે છે

એક વખત ગૌરક્ષકનું લેબલ લાગી જાય એટલે સેલિબ્રિટીનો દરજ્જો
મળી ગયો સમજો. સેલિબ્રિટીની માફક ગૌરક્ષકો પણ સતત વ્યસ્ત રહે છે અને ગૌરક્ષકોનું નેટવર્ક ઊભુું કરવામાં સતત પ્રવૃત્ત

ટોળામાં કોઇકે વિડિયો ઉતાર્યો હતો. મોહમ્મદ રીયાઝના હાથ પીઠ પાછળ બાંધેલા હતા અને એક કદાવર દાઢીધારી યુવાન વિવેક પ્રેમી રીયાઝના છાતિ, પગ અને માથા પર હંટરથી કોરડા ફટકારે છે.આ ગૌહત્યા છે. ગૌહત્યા…ગૌહત્યા જેવી બૂમો પણ વિવેક પ્રેમી પાડે છે. કલાકોમાં આ વિડિયો વાઇરલ બની જાય છે. સ્થાનિક ન્યૂઝ રૂમ તેને પ્રથમ પાને રજૂ કરે છે. વોટ્‌સએપ ગ્રુપ પર વિડિયો ફરતો થઇ જાય છે. ગૌરક્ષક વિવેક પ્રેમી કહે છે કે અમે આ શહેરને બતાવવા માગતા હતા કે ગૌહત્યારાઓના અમે કેવા હાલ કરીએ છીએ અને જરૂર પડ્યે અમે ફરીથી આવું કરીશું.
ઉચ્ચ સ્થાને મિત્રો
કશકમંદ ગૌહત્યારા પર હુમલો કરતા ગૌરક્ષકોના વિડિયો ફૂટેજ પુષ્કળ પ્રમાણાં યુ-ટ્યૂબ પર જોવા મળે છે. ત્યારબાદ ગુજરાતમાં ગૌરક્ષકો સાત દલિત યુવાનોને ફટકારે છે અને તેનો વિડિયો વાઇરલ થયા બાદ રાજ્યમાં દલિત જુવાળ ભડકી ઊઠે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એવું કહેવાની ફરજ પડે છે કે ગૌરક્ષાના નામે હિંસા આચરતા લોકો સામે રાજ્યોએ કડક કાર્યવાહી કરવી જોઇએ.
બજરંગદળના શામલી જિલ્લા કન્વિનર વિવેક પ્રેમી હિંદુત્વ અભિયાનના નવા આકર્ષણ કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને આરએસએસના ઘણા મોરચા ખાસ કરીને ભાજપ દ્વારા પ્રાપ્ત રાજકીય આશ્રયથી તાકત પ્રાપ્ત થાય છે. વિવેક પ્રેમીએ રીયાઝને ફટકાર્યા બાદ શામલી વહીવટીતંત્રએ વિવેક પ્રેમીને જાહેર શાંતિ માટે ખતરારૂપ ગણાવ્યા હતા અને રાષ્ટ્રીય સુરક્ષા ધારા ૧૯૮૦ હેઠળ તેની ધરપકડ કરીને એક વર્ષ માટે જેલમાં મોકલા આપવામાં આવ્યો હતો. જો કે વિવેક પ્રેમી કહે છે કે બજરંગદળ અને હિંદુ સમુદાય મારી પડખે ઊભો રહ્યો હતો. તેમણે અરજીઓ મોકલી હતી. તેમણે આંદોલનો કર્યા હતા. રાજ્ય સરકારે વોટબેંક માટે મુસ્લિમ પશુ ચોરને મુક્ત કરી દીધો હતો પરંતુ આ ચોરને પકડનાર હિંદુને જેલમાં મોકલવામાં આવ્યો હતો.
ભાજપના સાંસદ અને ૨૦૧૩ના મુઝફ્ફરનગર રમખાણોના સૂત્રધાર મનાતા કેન્દ્રીય કૃષિ પ્રધાન સંજીવ બાલિયન કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહને મળ્યા હતા અને વિવેક પ્રેમીને છોડી મૂકવા અનુરોધ કર્યો હતો. છેવટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રેમી સાથેના એનએસએના કાર્યક્રમો રદ કરવા રાજ્ય સરકારને જણાવ્યું હતુ. ૧૫ જાન્યુ.૨૦૧૬ના રોજ સાત મહિનાની સજા બાદ પ્રેમી એક સેલિબ્રિટી તરીકે પોતાના ઘરે પરત આવ્યા હતા. હિંદુ સંગઠનોએ તેમની હિંદુ ધર્મના સંરક્ષક તરીકે તાજપોશી કરી હતી અને શામલીના મંદિરોએ મહત્વની વિધિમાં તેમના અધ્યક્ષસ્થાને આમંત્રણ આપ્યું હતું. આમ ગૌરક્ષક સેલિબ્રિટી કઇ રીતે બનવું તે વિવેક પ્રેમી પાસેથી શીખવા જેવું છે.
ગૌરક્ષક કઇ રીતે બનવું?
ક્રાંતિકારી ક્યાં જન્મશે તે કોણ કહી શકે ?ભગતસિંહના ઘર અંગે એવું તે ખાસ શું હતું ? આવા પ્રશ્નો વિવેકના પિતા મનોજ પૂછે છે. વહેલી સવારે વિવેક ડ્રોઇંગ રૂમમાં કસરત કરતો હતો, તેમના માતા રસોડામાં હતા. તેમના કાકા પૂજા કરી રહ્યા હતા. વોશિંગ મશીનનો અવાજ સંભળાતો હતો. વિવેકના દાદા સરકારી કોલેજમાં અધ્યાપક હતા એવું જણાવીને વિવેકના પિતા મનોજે જણાવ્યું હતું કે વિવેક હવે ધાર્મીક ફરજ પર ધ્યાન કેન્દ્રીત કરવા માગે છે. અમે વિવેકને સહકાર આપીશું. વિવેક જ્યારે જેલમાં હતો ત્યારે હિંદુત્વ સંગઠનોએ મનોજને શહેરમાંથી વિરોધ રેલી યોજવા અનુરોધ કર્યો હતો પરંતુ મનોેજે એ માટે ઇન્કાર કર્યો હતો અને ચિંતા વ્યક્ત કરી હતી કે આવા દેખાવોને કારણે કદાચ ફરી હિંસા ભડકી ઊઠશે.
પ્રચારક
તમારે વિવેક પ્રેમીને ઓળખવા જ જોઇએ. વિવેક પ્રેમીને ગૌહત્યાનો પ્રયાસ કરનાર મુસ્લિમને મારવા બદલ જેલમાં જવું પડ્યું હતું. જેલમાંથી છૂટ્યા બાદ વિવેક પ્રેમી સેલિબ્રિટી બની ગયો હતો. મહોલ્લા રામસાગર ખાતે વિવેક મંગળવારે સાંજે હનુમાન ચાલીસા પઠન જૂથની રચના કરવા આવ્યો હતો. વિવેક કહે છે કે તેની પાછળનો હેતુ હિંદુ એકતાનું નિર્માણ કરવાનો છે. હિંદુ યુવાનોમાં યોગ્ય મૂલ્યો પ્રેરિત કરવાનો હેતુ છે, અમારું લક્ષ્યાંક શામલી સિટીમાં આવા ૩૦ જૂથોની રચના કરવાનો છે. મુસ્લિમો દર શુક્રવારે મસ્જિદમાં મળે છે તેમ અમારે દર અઠવાડિયે મળવું જોઇએ. સેલિબ્રિટી ગૌરક્ષક તરીકે વિવેકનો દિવસ પોતાનું નેટવર્ક ઊભું કરવામાં પસાર થાય છે. આ પ્રવૃત્તિમાં વિવેક જુદા જુદા ગામોની મુલાકાત લે છે અને લોકોની વિવિધ હોદ્દેદારો તરીકે નિમણૂક કરે છે.
ખાસ કરીને ગૌરક્ષકોનું નેટવર્ક ગામડે ગામડે ઊભું કરવામાં આવે છે. ધારોકે પશુઓને લઇને જતી એક ટ્રક જ્યારે એક્સ ગામ તરફ જતી હોય છે, વાય ગામમાં હિંદુ યુવતી મુસ્લિમ સાથે નાસી જાય છે અને ઝેડ ગામમાં કોઇ યુવાન ઇસ્લામ અંગિકાર કરવા માગે છે અમારે આવી બધી ઘટનાઓ અટકાવવાની જરૂર હોય છે પરંતુ આ માટે જરૂરી હોદ્દેદારો વગર અમે કઇ રીતે કામ કરી શકીઅ ? આમ નેટવર્કની જરૂર રહે છે. ગૌરક્ષકનો દિવસ આ રીતે અસંખ્ય બેઠકો યોજવામાં તેમજ ફેસબુક પર પોસ્ટ ચેક કરવામાં વગેરે પ્રવૃત્તિઓમાં પસાર થાય છે. ગત સપ્તાહે શામલીની શાહી મસ્જિદના ઇમામે વિવેક પ્રેમીને મારી નાખવાની ધમકી ફેસબુક મેસેન્જર પર મોકલી હતી. જો કે ઇમામે આ વાતને રદિયો આપ્યો હતો અને આવી ખોટી ઓળખ આપીને ધમકી આપનાર અજાણી વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
વિવેક પ્રેમી હંમેશા તકનો લાભ ઉઠાવે છે તેણે માગણી કરી છે કે મારે પોલીસ રક્ષણની જરૂર છે અને આ માટે મને બે સશસ્ત્ર પોલીસ રક્ષકો આવામાં આવે. દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રાલય વિવેક પ્રેમીની આ દરખાસ્તનો અભ્યાસ કરી રહ્યું છે. આમ ગૌરક્ષકો પણ હવે સતત કોઇને કોઇ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે અને સેલિબ્રિટી સ્ટેટસ ધરાવે છે. -અમન શેઠી અને આદિ પ્રકાશ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks