ગ્લોબલ સિસ્ટમમાંથી પેલેસ્ટીનીબેંકોને કાઢી નાંખી ઇઝરાયેલ ‘આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરશે’ :UN નિષ્ણાતો

(એજન્સી) તા.૨૭
યુએનના નિષ્ણાતોએ ગઈકાલે એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે, વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાંથી એકપક્ષીય રીતે પેલેસ્ટીની બેંકોને દૂર કરી દેવી એ ‘આંતરરાષ્ટ્રીય કાયદાના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન’ સમાન ગણાશે. તેઓએ કહ્યું, ‘વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાંથી પેલેસ્ટીની બેંકોને એકપક્ષીય રીતે કાપી નાખવાથી રાજ્યોની સાર્વભૌમ સમાનતાના સિદ્ધાંત, રાજ્યોની સ્થાનિક બાબતોમાં બિન-દખલગીરીના સિદ્ધાંત અને સદ્‌ભાવનામાં સહકારના સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય છે.’ તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેંક ટ્રાન્સફરની અશક્યતા ‘પેલેસ્ટીનના તમામ લોકોને અસર કરશે અને ચાલી રહેલ માનવતાવાદી આપત્તિને વધુ તીવ્ર બનાવશે તેમજ તેમના આરોગ્ય, ખોરાક, પાણી અને સ્વચ્છતા તમામ મૂળભૂત માનવ અધિકારોને અસર કરશે, તેમાં ત્રાસથી સ્વતંત્રતા, જીવન જીવવાનો અધિકાર અને આઝાદીના અધિકાર પણ સમાવેશ થાય છે.’ નિવેદન અનુસાર ૧ એપ્રિલના રોજ માફી સમાપ્ત થઈ ગઈ હતી, તે ઇઝરાયેલી બેંકોને ‘આતંકવાદી જૂથોને ભંડોળ સ્થાળાંતરિત કરવા’ માટે સામેલ પેલેસ્ટીની ઓથોરિટીને મુકદ્દમાઓથી રક્ષણ આપે છે અને આ રક્ષણ વિના, ઇઝરાયેલી બેંકો કાનૂની કાર્યવાહીનો સામનો કરશે અને પેલેસ્ટીની બેંકો સાથે સંબંધો તોડી નાખવાની અપેક્ષા રાખી શકાય છે. પેલેસ્ટીની અર્થતંત્ર ઇઝરાયેલી શેકેલ પર ચાલે છે અને બાકીના વિશ્વ સાથેના તેના નાણાકીય વ્યવહારો ઇઝરાયેલી બેંકિંગ સિસ્ટમમાંથી પસાર થાય છે, નિષ્ણાતોએ નોંધ્યું હતું અને ચેતવણી આપી હતી કે, નાણાકીય વિશ્વ બેંકમાંથી પેલેસ્ટીની ઓથોરિટીને અલગ પાડવાથી પેલેસ્ટીની અર્થતંત્રને અપંગ બનશે. તેઓએ કહ્યું, ‘ઓસ્લો અને પેરિસ કરાર હેઠળ સુરક્ષિત માફીની ખાતરી આપવામાં આવી હતી. કારણ કે, પેલેસ્ટીની ઓથોરિટીના બજેટમાં કરનો નોંધપાત્ર હિસ્સો ઇઝરાયેલ દ્વારા એકત્રિત કરવામાં આવ્યો છે, પેલેસ્ટીની ઓથોરિટી ઇઝરાયેલ દ્વારા ક્લિયરન્સ રેવન્યુના ટ્રાન્સફરના એકપક્ષીય સસ્પેન્શન માટે સંવેદનશીલ છે, જે આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ એકપક્ષીય બળજબરી પગલાં તરીકે લાગુ પડે છે.’ નિષ્ણાતોએ ‘ન ભરી શકાય તેવું નુકસાન અને આંતરરાષ્ટ્રીય કાયદાના સંભવિત ભંગ’ને રોકવા માટે વચગાળાના પગલાં લેવાની પણ હાકલ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks