પશ્ચિમ બંગાળના એક સ્થળાંતરિત કામદારનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે અહેવાલ
૨૦૧૫માં, ગૌરક્ષાના નામે એક હત્યા કરવામાં આવી હતી. અખલાકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેનો પરિવાર હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે. આ કેસને ટૂંક સમયમાં જ એક દશક થઈ જશે; જો કે, અફવાઓ પર આધારિત આવી હિંસાની સમાન ઘટનાઓ આજે પણ પ્રચલિત છે.આ ઘટનાઓ પાછળનું એક મુખ્ય કારણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગૌહત્યા સંબંધિત અફવાઓ અને નફરતથી ભરેલી સામગ્રીનો ફેલાવો છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝ્ડ હેટ (CSOH)એ ગાય રક્ષકો હોવાનો દાવો કરતા લગભગ ૧૦૨૩ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સનું વિશ્લેષણ કર્યું છે.એવું જાણવા મળ્યું કે ૩૦ ટકા સામગ્રીમાં પશુઓના વેપારમાં સામેલ મુસ્લિમો સામે હિંસા દર્શાવવામાં આવી હતી. ૧૨૧ રીલ્સ દ્વારા શેર કરાયેલ આ પ્રકારની સામગ્રી લગભગ ૮૫ લાખ વખત જોવામાં આવી છે.ઉત્તર પ્રદેશના દાદરીથી લઈને હરિયાણાના ચરખી દાદરી સુધી, ગૌરક્ષાના નામે થતી હિંસાની આવી ઘટનાઓની યાદી ઘણી લાંબી છે.• એપ્રિલ ૨૦૨૪ : હરિયાણાના સોનીપતમાં, એક શીખ ટ્રક ડ્રાઇવરને ગૌહત્યા કરવાની શંકામાં અટકાવવામાં આવ્યો અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.ઓગસ્ટ ૨૦૨૪ : ફરીદાબાદમાં કારમાં મુસાફરી કરી રહેલા આર્યન મિશ્રા નામની વ્યક્તિની ગૌહત્યા કરવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી.ઓગસ્ટ ૨૦૨૪ : પશ્ચિમ બંગાળના સાબીર મલિક નામના એક સ્થળાંતરિત કામદારની ગૌહત્યાની અફવાઓને કારણે ચરખી દાદરીના હંસાવાસ ખુર્દ ગામમાં હત્યા કરવામાં આવી હતી.નવેમ્બર ૨૦૨૪ : અંબાલાના મોહરામાં ગાયનું પરિવહન કરતા બે મુસ્લિમ ડ્રાઇવરોને ગૌરક્ષકો દ્વારા પકડવામાં આવ્યા અને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.• ડિસેમ્બર ૨૦૨૪ : હરિયાણાના નૂહમાં, અરમાન ખાન નામના એક વ્યક્તિ જે પશુઓનું પરિવહન કરી રહ્યો હતો, તેને પકડવામાં આવ્યો, માર મારવામાં આવ્યો, તેને બેસવા માટે દબાણ કરવામાં આવ્યું અને આ ઘટનાનો એક વીડિયો ઇન્ટરનેટ પર શેર કરવામાં આવ્યો. આવા કિસ્સાઓની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કેઃગાય સંરક્ષણ કે ગૌરક્ષા શું છે ?તેનો સ્પષ્ટ અર્થ ગાયોનું રક્ષણ કરવાનો છે. જો કે, જ્યારે ટોળું કાયદો પોતાના હાથમાં લે છે, ત્યારે “ગાય સંરક્ષણ”નો અર્થ બદલાવા લાગે છે. આ ખાસ કરીને હરિયાણા જેવા રાજ્યો માટે સાચું છે, જ્યાં સરકારે કાયદેસર રીતે ગૌ રક્ષકોને માન્યતા આપી છે. વધુમાં, રાજ્યના મુખ્યમંત્રીએ અધિકારીઓને ગૌ રક્ષકોને પુરસ્કાર આપવા માટે એક સિસ્ટમ લાગુ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.હરિયાણાના ચરખી દાદરીમાં, પશ્ચિમ બંગાળ અને આસામથી ઘણા સ્થળાંતરિત કામદારો રોજગારની શોધમાં આવે છે. તેમાંના મોટાભાગના દલિત અને મુસ્લિમ સમુદાયના છે. બંગાળનો આવો જ એક વ્યક્તિ સાબીર હતો, જે ચરખી દાદરીના હંસાવાસ ખુર્દ ગામમાં રહેવા માટે ભંગાર વેચતો હતો. ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ ગાય રક્ષક હોવાનો દાવો કરતું એક ટોળું સાબીરના ઘરે પહોંચ્યું, અને આરોપ લગાવ્યો કે તેના ઘરમાં ગાયનું માંસ રાંધવામાં આવી રહ્યું છે. તેના ઘરમાંથી ખાદ્ય પદાર્થો બહાર કાઢીને તપાસવામાં આવ્યા હતા. થોડા સમય પછી, સાબીર અને આસામના સિરાજુદ્દીન નામના બીજા સ્થળાંતરિત કામદારને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. સિરાજુદ્દીન ગંભીર રીતે ઘાયલ થયો, અને સાબીરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. બે મહિના પછી, સાબીરના ઘરે મળેલા ખોરાકનું પરીક્ષણ કરવામાં આવ્યું, અને રિપોર્ટમાં બહાર આવ્યું કે તે ગાયનું માંસ ન હતું. આ એક અફવાથી સાબીરે તેનો જીવ ગુમાવ્યો હતો. ક્વિન્ટની ફેક્ટ-ચેકિંગ ટીમ આવી અફવાઓ કેવી રીતે ફેલાય છે તે સમજવા માટે ચરખી દાદરી પહોંચી, જે લોકોના જીવનને સીધી અસર કરે છે.આ અફવા ફેલાવનારા કોણ હતા ?ધ ક્વિન્ટે મૃતકની પત્ની શકીલા સાથે વાત કરી. તેણીએ જણાવ્યું કે ૨૭ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તેમના ઘરમાં ઘૂસેલા ટોળાએ પોતાને ગૌરક્ષક હોવાનો દાવો કર્યો હતો. તેણીએ આરોપ લગાવ્યો કે હત્યા પછી, પોલીસે તેણીને હ્લૈંઇની નકલ કે કેસ વિશે કોઈ માહિતી આપી ન હતી.પશ્ચિમ બંગાળ સરકારે હવે તેણીને સરકારી નોકરીની ઓફર કરી છે. તેણીને એ વાતનું દુઃખ છે કે રાજ્ય સરકારે (હરિયાણા) જ્યાં તેના પતિની હત્યા કરવામાં આવી હતી, તેઓએ તેણી પ્રત્યે કોઈ સહાનુભૂતિ દાખવી નથી. મૃતકની પત્ની શકીલાએ કહ્યું કે, સાબીરની હત્યા પાછળનું કારણ એ છે કે અમે મુસ્લિમ છીએ. અમારા ધર્મને કારણે અમને નિશાન બનાવવામાં આવ્યા હતા.જ્યારે અમે ચરખી દાદરીના બાધરા બસ સ્ટોપ પર પહોંચ્યા અને વિસ્તારના લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેઓએ આ ઘટના વિશે વાત કરવાનો ઇન્કાર કર્યો. તેમાંથી મોટાભાગના લોકોએ તો એવો દાવો પણ કર્યો કે તેમને ખબર નથી કે આ વિસ્તારમાં કોઈ હત્યા થઈ છે.સાબીરની હત્યાના એક અઠવાડિયા પછી પૂર્વ પ્રોફેસર અને સાંપ્રદાયિક ઘટનાઓ અંગે જાગૃતિ લાવવા માટે કામ કરતા કાર્યકર્તા, વિપિન ત્રિપાઠી, ચરખી દાદરીની મુલાકાતે ગયા હતા. તે સમયે, પશ્ચિમ બંગાળના સ્થળાંતરિત કામદારો હજુ પણ ત્યાં રહેતા હતા. તેમણે આ ઘટના વિશે વિગતવાર માહિતી અમારી સાથે શેર કરી હતી.વિપિન ત્રિપાઠી, કાર્યકર્તાવિપિન ત્રિપાઠીએ કહ્યું કે, સાબીર અને અસીરુદ્દીનને પહેલા બાધરા બસ સ્ટોપ પર માર મારવામાં આવ્યો હતો, અને પછી તેમને બાઇક પર અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. અસીરુદ્દીને મને કહ્યું કે જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેને ઘણી ઇજાઓ થઈ હતી. તે નજીકના ગૌશાળા તરફ રસ્તે ચાલ્યો ગયો હતો. આશ્રયસ્થાનમાં હાજર વ્યક્તિએ અસીરુદ્દીનને મદદ કરી અને તરત જ પોલીસને ફોન કર્યો, જેનાથી આખરે તેનો જીવ બચી ગયો. સાબીરના પરિવારને બાધરા બસ સ્ટોપથી થોડે દૂર તેનો મૃતદેહ મળ્યો હતો.આ અફવાની શું અસર થઈ ?સ્પષ્ટપણે, ગૌહત્યાનો આ આરોપ ખોટો હતો. પરંતુ જ્યારે સત્ય બહાર આવ્યું અને લેબ રિપોર્ટમાં ગાયના માંસનો દાવો ખોટો સાબિત થયો ત્યારે જે નુકસાન થવાનું હતું તે થઈ ચૂક્યું હતું. સાબીરે માત્ર પોતાનો જીવ જ ગુમાવ્યો નહીં, પરંતુ હંસાવાસ ખુર્દ ગામમાં રહેતા તમામ મુસ્લિમ સ્થળાંતરિત કામદારોને વિસ્તાર છોડવાની ફરજ પડી હતી.સાબીર તેની પત્ની અને એક વર્ષની પુત્રી સાથે ચરખી દાદરીમાં રહેતો હતો. સાબીરની પત્નીનો પરિવાર, જેમાં તેના સસરા સુજાઉદ્દીન પણ સામેલ હતા, તે પણ ત્યાં જ રહેતા હતા. જ્યારે સાબીરને માર મારવામાં આવી રહ્યો હતો, ત્યારે તેના સસરાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ અફવાઓના કારણે મુસ્લિમ કામદારોને વિસ્તાર છોડવાની ફરજ પાડવામાં આવી રહી છે તે અંગે ચરખી દાદરીના એસપી અર્શ વર્માએ જણાવ્યું હતું કે, આ ઘટનાના થોડા સમય પછી, બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચરખી દાદરીમાં લઘુમતી સમુદાયને ખાતરી આપવામાં આવી છે કે તેમની સલામતી સુનિશ્ચિત કરવામાં આવશે. જે લોકો ત્યાંથી નીકળી ગયા હતા તેઓ ચરખી દાદરીના સ્થાનિક રહેવાસી ન હતા, તેઓ પેઢીઓથી અહીં રહેતા ન હતા. અમે વિસ્તારના લોકોને ખોટા સમાચાર કે અફવાઓ પર વિશ્વાસ ન કરવા માટે સતત શિક્ષિત કરી રહ્યા છીએ. – સિદ્ધાર્થ સારથે(સૌ. : ધ ક્વિન્ટ.કોમ)