ચાડમાં સુદાનની શરણાર્થી મહિલાઓ સાથેના કથિત દુર્વ્યવહાર બદલ ૧૮ સ્ટાફને ‘બરતરફ’ કરાયાનું MSFએ જણાવ્યું હતું

(એજન્સી) જિનેવા, તા.૧૬
ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (MSF)એ સોમવારે જણાવ્યું હતું કે પૂર્વી ચાડમાં સુદાનની શરણાર્થી મહિલાઓ દ્વારા નોંધાયેલા ‘જાતીય શોષણ અને દુર્વ્યવહારના ગંભીર આરોપો’ની તપાસ બાદ તેણે ૧૮ સ્ટાફ સભ્યોને બરતરફ કર્યા છે. “જ્યાં તપાસમાં ગંભીર ગેરવર્તણૂક સાબિત થઈ, ત્યાં તાત્કાલિક શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા. પરિણામે, ૧૮ સ્ટાફને બરતરફ કરવામાં આવ્યા છે અને હવે તેમને MSF સાથે કામ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે,” મેડિકલ ચેરિટીએ AFPને એક ઇમેઇલમાં જણાવ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts