ચોરીના શંકામાં યુપીના મુઝફ્ફરનગરમાં ૩૦ વર્ષીય દલિત વ્યક્તિની હત્યા

પોલીસે જણાવ્યું હતું કે, તેઓ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા હુમલાના વીડિયોના આધારે મારપીટમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

(એજન્સી)
મુઝફ્ફરનગર, તા.૧૯
પોલીસે જણાવ્યું હતું કે, આ જિલ્લાના બુઢાણા શહેરમાં ચોરીની શંકામાં સ્થાનિક લોકોએ ૩૦ વર્ષીય દલિત વ્યક્તિને માર મારીને હત્યા કરી હતી. પીડિતની ઓળખ મોનુ તરીકે થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) આદિત્ય બંસલે જણાવ્યું હતું કે, ‘કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મોનુના પરિવાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ચોરીની શંકામાં સ્થાનિક લોકોએ તેને માર માર્યો હતો. તે ઘરે આવ્યો અને મોડી રાત્રે ઈજાઓથી મૃત્યુ પામ્યો. પોલીસે જણાવ્યું હતું કે, તેઓ સોશિયલ મીડિયા પર ફરતા થયેલા હુમલાના વીડિયોના આધારે મારપીટમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકોને પૂછપરછ માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks