
(એજન્સી) તા.૫
જબલપુરના પનાગર ગામ સ્થિત તળાવમાં એક ૮ વર્ષની દલિત બાળકીનો મૃતદેહ મળ્યા પછી વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે. પનાગરના પડારિયા સ્થિત યુવતીના મૃત્યુના ચાર દિવસ પછી પણ કોઈ પુરાવા મળ્યા નથી. બાળકીના પરિવારના લોકો કહી રહ્યા છે કે, બાળકીની સાથે કંઈક આયોગ્ય ઘટના થયા પછી તેની હત્યા કરવામાં આવી અને મૃતદેહને તળાવમાં ફેંકી દેવામાં આવ્યો. પરિવારના લોકોનું કહેવું છે કે, હોળીની સાંજે છ વાગ્યે તેમની દીકરી ગામ પાસે સ્થિત મંદિર ગઈ હતી. ઘણી વાર પછી પણ બાળકી જ્યારે ઘર ના આવી તો કુંટુંબીજનોએ બાળકીની તપાસ શરૂ કરી પરંતુ તે મળી નહીં. રાત્રે ૯ વાગ્યે તેમને સૂચના મળી કે તેમની દીકરીનો મૃતદેહ ગામના તળાવમાં પડ્યો છે. તે લોકો તળાવ પાસે પહોંચ્યા અને બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો. મૃતદેહ મળવાની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ મોકલ્યો. પોલીસ બાળકીના મૃત્યુના કારણોની તપાસ કરી રહી છે. આ ઘટના પછી ગામમાં સ્થિત આંગણવાડીમાં પણ સન્નાટો છે. આંગણવાડી કાર્યકર્તાનું કહેવું છે કે, આંગણવાડીની આસપાસ દારૂની બાટલીઓ પડી છે અને આ ઘટના પછી તેમને પણ ડર લાગી રહ્યો છે. ગ્રામીણો આ ઘટનાનું કારણ ગામ પાસે આવેલી દારૂની દુકાનને પણ માને છે. ઘટનાથી નારાજ ગ્રામીણોએ ઘટનાના બીજા દિવસ દારૂની દુકાનમાં આગ લગાવી દીધી.