નેશનલ હેરાલ્ડ સાથેની એક ખાસ મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીના પુત્રી ઇલ્તિજા મુફ્તીએ જણાવ્યું હતું કે આ એક પ્રકારની માનસિક હિલચાલ છે. તેમણે અમારૂં બધું છીનવી લીધું છે અને તેથી તેઓ એવું માને છે કે અમે મોટી બાબતો ભૂલી જઇશું અને નાની બાબતે આજીજી કરીશું
(એજન્સી) તા.ર
હવે ૫,ઓગસ્ટે અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી એ જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનની વર્ષગાંઠ છે. આ નિર્ણયના પગલે જમ્મુ-કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો અને તેનું બે કેન્દ્રશાસિત પ્રદેશો-લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં વિભાજન કરાયું હતું.
આજે એક વર્ષ બાદ કાશ્મીરમાં બહારથી બધુ કદાચ શાંત દેખાય છે પરંતુ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપીના નેતા મહેબુબા મુફ્તીની પુત્રી ઇલ્તિજા મુફ્તી કહે છે કે કાશ્મીર માટે તો જાણે ડબલ લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ છે.ઇલ્તિજા મુફ્તી સાથેની મુલાકાતના મહત્વના અંશો અત્રે પ્રસ્તુત છે.
અનુચ્છેદ ૨૭૦ રદ કરાયાં બાદ હવે એક વર્ષ પૂરૂ થવા આવ્યું છે ત્યારે કાશ્મીરની સ્થિતિ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મારા માતા હજુ જાહેર સુરક્ષા ધારા હેઠળ જેલમાં છે. અમારૂં ઘર પણ પેટા જેલમાં ફેરવાઇ ગયું છે. આમ ડબલ લોકડાઉને કાશ્મીરનો ભોગ લીધો છે. માત્ર વ્યક્તિગત જ નહીં, પરંતુ તમામ કાશ્મીરીઓ માટે આ એક સામુહિક આઘાત અને સામૂહિક સજા છે.સરકાર જ્યારે તમને લાગણીશીલ રીતે, માનસિક રીતે અને નાણાકીય રીતે તોડવાનો પ્રયાસ કરી રહી છે.
હવે જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખનું ભાવિ કેવું હશે તે પૂંછતા ઇલ્તિજા મુફ્તીએ જણાવ્યું હતું કે આ એક અપમાન છે. લેફ.ગવર્નર જ્યારે એવું કહે છે કે તેઓ ઇદ પર ૩-જી આપવાનું વિચારશે ત્યારે પ્રશ્ન એ છે કે ૩-જી ક્યારે વળી લક્ઝરી બની ગઇ ? આ વાત તો ઘા પર મીઠું ભભરાવવા જેવું છે. રાજ્યના દરજ્જાની જે વાત છે તે તો કોઇ વ્યક્તિનો પગ કાપીને જુતા આપવા જેવી બાબત છે.તેમણે અમારી પાસેથી બધું લઇ લીધું છે. તેમણે અમારૂં રાજ્ય છીનવી લીધું છે કે જેના પોતાના વડા પ્રધાન હોવા જોઇએ.ત્યારથી તેમણે અમારૂં અવમૂલ્યન કર્યુ છે.
અમારે રાજ્યના દરજ્જા માટે આજીજી શા માટે કરવી પડે ? તેઓ કોઇ અમારા પર ઉપકાર કરતાં નથી.તેમણે જ જણાવ્યું હતું કે તેઓ રાજ્યનો દરજ્જો પુનઃ પ્રસ્થાપિત કરશે, પરંતુ હવે ખબર પડી કે તેમણે પોતાના ચૂંટણીકીય હિત માટે આવું જણાવ્યું હતું. તેમને એવું લાગતું હતું કે જો તેઓ રાજ્યનો દરજ્જો લઇ લેશે નહીં તો તેઓ અનુચ્છેદ ૩૭૦ માટે માગણી કરશે અને હવે તેમને એવું લાગે છે કે અમે તેમને એવું કહીશુ ંકે અમે અનુચ્છેદ ૩૭૦ ભૂલી જઇશું, પરંતુ અમને રાજ્યનો દરજ્જો આપો.વાસ્તવમાં તેણે અમને બધુ પરત કરવું જોઇએ, અમે ભીખારી નથી.
નેશનલ હેરાલ્ડ સાથેની એક ખાસ મુલાકાતમાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીના પુત્રી ઇલ્તિજા મુફ્તિએ જણાવ્યું હતું કે આ એક પ્રકારની માનસિક હિલચાલ છે. તેમણે અમારૂં બધું છીનવી લીધું છે અને તેથી તેઓ એવું માને છે કે અમે મોટી બાબતો ભૂલી જઇશું અને નાની બાબતે આજીજી કરીશું.