જમ્મુ-કાશ્મીર બીફ પાર્ટી વિવાદ : ગૌહત્યા બાબતે તમારા વિચારો બદલો અથવા માર ખાવા તૈયાર રહો : સાક્ષી મહારાજ

(એજન્સી) ભુવનેશ્વર, તા.૧૭
વિવાદીત નિવેદનો કરવા બદલ પંકાયેલા ઉન્નાવના ભાજપાના સાંસદ સાક્ષી મહારાજે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં વિધાપક ઉપર માર મારવા બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભાજપ ધારાસભ્યનું આ કુદરતી પ્રત્યાઘાત હતો. નેતાઓએ ગૌમાંસ ખાવા માટેની પોતાની આદતને બદલવું પડશે અથવા માર ખાવા તૈયાર રહેવું પડશે. જે કોઈ વ્યક્તિ ધાર્મિક લાગણીઓને દુભાવશે એમની સાથે આવો જ વહેવાર કરવામાં આવશે. ગૌહત્યા માટે કડક કાયદો ઘડવો જોઈએ જે ગૌહત્યા કરશે એને ફાંસી આપવામાં આવશે. સાક્ષી મહારાજે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની વિવાદીત ટિપ્પણીને સમર્થન આપ્યું છે. એ નિવેદનમાં એમણે કહ્યું હતું કે, મુસ્લિમોએ બીફ ખાવાનું બંધ કરવું જોઈએ. આ નિવેદન કશુંય ખોટું નથી. રામ મંદિર મુદ્દે એમણે જણાવ્યું કે, મંદિર મોદી શાસન દરમિયાન જ બનશે. હજી તો મોદી સરકારને દોઢ વર્ષ થયું છે અને હજુ સાડા ત્રણ વર્ષ બાકી છે. સાક્ષીએ આરએસએસના એજન્ડા અને એમની કામગીરીની પ્રશંસા કરી અને જણાવ્યું કે એજ એજન્ડા દ્વારા ભારતની પ્રગતિ શકય છે. એમણે ઓડિશાના પ્રધાન નવીન પટનાયકને ચેતવણી આપી કે ધર્માંતરણ મુદ્દે એમણે કેસો કરવા નહીં. જો એ કેસો કરવાનું ચાલુ રાખશે તો અમે એનો વિરોધ કરીશું. હિન્દુ મંદિરોની રક્ષા રાજ્યમાં થવી જોઈએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts