જો ઇરાન ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરશે,તો અમેરિકા તેને ‘બનાવી દેશે રાખ’

યુએસ પ્રમુખે ઇરાન તરફ ૧૦૦૦ મિસાઇલો તૈનાત હોવાની આપી ચેતવણી બીજી તરફ ઇરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પિતાની હત્યાનો બદલો લેવાના લીધા શપથ

(એજન્સી) વોશિંગ્ટન/તેહરાન, તા.૧૧
અમેરિકાના પ્રમુખે ઇરાનને અત્યારસુધીની સૌથી ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ઇરાન તેમની હત્યા કરવાનો કોઈપણ પ્રયાસ કરશે, તો અમેરિકા ઇરાનને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ (ડેસિમેટ) કરી દેશે. પ્રમુખે દાવો કર્યો છે કે, હાલમાં ૧,૦૦૦ જેટલી મિસાઇલો ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન તરફ ‘લોક અને લોડેડ’ એટલે કે તૈનાત રાખવામાં આવી છે અને જો જરૂર પડી તો તેના પછી હજારો વધુ મિસાઇલો છોડવામાં આવશે. બીજી તરફ, ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચીએ અમેરિકા પર વચનભંગનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, વચગાળાની સમજૂતી જાળવી રાખવામાં અમેરિકાની નિષ્ફળતા અને વહીવટીતંત્રના પગલાં સ્પષ્ટપણે સ્થાપિત પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન દર્શાવે છે.ઇરાનના સર્વોચ્ચ નેતાએ પિતાની ‘નિર્દોષ લોહી’નો બદલો લેવા લીધા શપથફેબ્રુઆરીના અંતમાં યુએસ-ઇઝરાયેલ સંયુક્ત હુમલામાંમાર્યા ગયેલા ઇરાનના પૂર્વ સર્વોચ્ચ નેતાના અંતિમ સંસ્કાર બાદ, તેમના પુત્ર અને ઇરાનના વર્તમાન સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પોતાનો પ્રથમ સંદેશ જાહેર કર્યો છે. તેમણે પોતાના પિતાના ‘નિર્દોષ લોહી’નો બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા કહ્યું કે, “બદલો એ અમારા રાષ્ટ્રની ઈચ્છા છે.” ખામેનેઈએ અંતિમ સંસ્કારમાં ‘દુશ્મનોના હોશ ઉડાવી દેનારી’ ઐતિહાસિક સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ કરોડો નાગરિકોનો આભાર પણ માન્યો હતો.
પશ્ચિમ એશિયાના અન્ય મહત્ત્વના ઘટનાક્રમોઆ ગંભીર તણાવ વચ્ચે ઇરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચી વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) અંગેની ચાલુ વાટાઘાટો માટે ઓમાન પહોંચી ગયા છે. દરમિયાન, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ફોન પર વાતચીત કરીને પરસ્પર થયેલા એમઓયુ (ર્સ્ેં) અંતર્ગત પ્રતિબદ્ધતાઓને વળગી રહેવા પર ભાર મૂક્યો હતો.લેબનોન અને વેસ્ટ બેંકમાં પણ હિંસા ચાલુ છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનોનના નબાતીહના બહારના વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો છેઅને ટાયર જિલ્લાના અલ-મન્સૂરી પર સ્ટન ગ્રેનેડ ફેંક્યો છે. બીજી તરફ, કબજા હેઠળના વેસ્ટ બેંકના મસાફેર યટ્ટામાં ઇઝરાયેલી વસાહતીઓના હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે. આ વસાહતીઓએ પેલેસ્ટિનિયનોની ખેતીલાયક જમીન, પાક અને વૃક્ષોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.ગાઝામાં મૃત્યુઆંક વધ્યોઃ અત્યાર સુધીમાં ૭૩,૦૦૦થી વધુના મોતપેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા ૪૮ કલાકમાં ગાઝાની હોસ્પિટલોમાં વધુ સાત મૃતદેહો લાવવામાં આવ્યા છે અને ૨૮ લોકો ઘાયલ થયા છે. કાટમાળ નીચે હજુ પણ અનેક લોકો દબાયેલા છે, પરંતુ ઇઝરાયેલી હુમલાઓને કારણે એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સની ટીમો ત્યાં સુધી પહોંચી શકતી નથી. ઓક્ટોબરમાં થયેલી ‘યુદ્ધવિરામ’ની જાહેરાત પછી પણ ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા ૧,૦૯૮ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. નોંધનીય છે કે, ઓક્ટોબર ૨૦૨૩થી શરૂ થયેલા આ વિનાશક યુદ્ધમાં અત્યારસુધીમાં કુલ ૭૩,૨૨૧ લોકોના મોત થયા છે અને ૧,૭૩,૬૪૩ લોકો ઘાયલ થયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks