(એજન્સી) બેઈજીંગ, તા.ર૦
જન્મદરમાં સતત ઘટાડો જોતાં ચીને તેની એક બાળક જૂની નીતિથી દૂર જઈ હવે દંપતીઓને બીજા બાળક માટે પ્રોત્સાહન આપવા નાણાંકીય મદદ અને મેટરનિટીલીપ આપવાની જાહેરાત કરી છે. ર૦૧૬ બાદ ચીને તેની નીતિમાં ફેરફાર કર્યો હતો. ચીનના ૩૧ પ્રાંતો અને નગર નિગમોમાં હવે દંપતીઓને ૧૩૮થી ૧પ૮ દિવસની મેટરનિટીલીપ મળશે. કેટલાક પ્રાંતોમાં કપલોને નાણાંકીય સહાય અને મેડિકલ સુવિધાઓ આપવાની પણ જાહેરાત કરી છે. ઉયગુરના સ્વાયત્ન પ્રદેશના ઝીંગ જીયાંગ પ્રાંતના શી હેઝે શહેરમાં જે માતાને બીજું બાળક જન્મ લેશે તેને ૧ હજાર યુઆન સહાય અપાશે. પિતાને ૧પથી ૩૦ દિવસ સરેરાશ રજા મળશે. મધ્ય ચીનમાં જીઆન્ટાઓમાં પણ મેડિકલ સુવિધા અપાશે. તે કદાચ પૂરતું નહીં હોય તેમ ચીનના નિષ્ણાંતો માને છે. ચીનનો જન્મદર ર૦૧૬માં ૧.૭ ટકા નીચે રહ્યો હતો. સરકારે બે કે તેથી વધુ બાળકો માટે સામાજિક ભરણ પોષણ ફી રૂપિયા દંડને હવે નાબૂદ કરવો પડશે. વસ્તી અંગેના નિષ્ણાંત હે યાકુએ કહ્યું કે વધુ બાળકો દેશના વિકાસ માટે હાનિકારક હોવાના ખ્યાલ અંગે આવા દંડની જોગવાઈ ગેરસમજ ફેલાવે છે. સરકારે આવી ફી તાકીદે રદ કરવી જોઈએ. ૧૯૭૦થી ચીને એક બાળકની નીતિ ર૦૧૬ સખ્ત રીતે અમલમાં મૂકી હતી. પાછળથી તેને પાછી ખેંચી લીધી હતી. સમય સાથે તેને પરત ખેંચાઈ. ચીનમાં કામ કરનાર ઉંમર લાયક લોકોની વસ્તીમાં ઘટાડો થવા લાગ્યો હતો તેમજ ઉંમર લાયક લોકોની વસ્તી વધી હતી તેમજ ઘણા પરિવારો પલાયન થઈ ગયા હતા. યુનોના અંદાજ મુજબ વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીનને દસ વર્ષમાં પાછળ કરી દેશે. ર૦૧પમાં ચીનની વસ્તી ૧.૩૭ બિલિયન હતી જ્યારે ભારતની ૧.૩ બિલિયન હતી.