ઝંઝાવાતોનો પીછો

ફોટોગ્રાફીનો શોખ તો અસંખ્ય લોકોને હોય છે. પરંતુ માઈક હોબીંગ દોડ નામના ફોટોગ્રાફર છેક ૧૯૯૯થી પૃથ્વી પરના સૌથી ખતરનાક આકાશોનો પીછો કરીને કુદરતના રૌદ્ર સ્વરૂપની એટલી સુંદર અને અકલ્પનીય તસવીરો ઝડપે છે કે આંખો ચાર થઈ જાય. પોતાના કેમેરાના લેન્શને તેમણે નેબ્રાસ્કા, આઈઓવા અને ધડાકોરાશ જેવા રાજ્યો પર એવી રીતે સ્થિર કર્યા છે કે બેકાબૂ વાવાઝોડા પણ હાથે દોરેલા ચિત્રની જેમ સ્થિર થઈ જાય. સજરૂના મોજાથી માંડીને ટોર્નેડો અને ત્યાંથી પહાડ જેવા વાદળો જેવા કુદરતી આપત્તિઓને કચકડે મઢવા માટે તેમણે ર૦ હજાર માઈલનો પ્રવાસ કર્યો છે. હોબીંગશેકે આપણે જોઈને અવાક થઈ જઈએ એવી તસવીરો પોતાની વેબસાઈટ પર મૂકી છે. આ વેબસાઈટ પર તેમણે જે તે ફોટોગૃહની ઝીણામાંઝીણી વિગતો પણ દર્શાવી છે. હવામાનની વિગતથી માંડીને ક્યા સાધનોનો ઉપયોગ કર્યો છે તે પણ દર્શાવ્યું છે. અહીયાં કેટલીક એવી તસવીરો આપણે હવે પછી જોતા રહીશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks