ડૉનાલ્ડ ટ્રમ્પે મને સેક્સના બદલામાં પૈસા આપવાનો પ્રયાસ કરેલો : પ્લેબોયની પૂર્વ મોડલ

(એજન્સી) લોસ એન્જલસ, તા.૨૩
પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ બાદ હવે પ્લેબોય મેગેઝિનની મોડલ રહી ચૂકેલી કેરિઅન મૈકડુગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથે મહિનાઓ સુધી અફેર રહ્યું હોવાનો દાવો કર્યો છે. મૈકડુગલે ધડાકો કર્યો છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પે તેની સાથે સેક્સ માટે માટે પૈસાની પણ ઓફર કરી હતી. મૈકડુગલે વર્ષ ૨૦૧૬માં અમેરિકાની એક મીડિયા કંપની સાથે એક ડીલ કરી હતી, જેને અંતર્ગત તેને પોતાના જીવનના રહસ્યો કોઈની પણ સામે જાહેર ન કરી શકે. હવે કેરને આ ડીલમાંથી આઝાદ થવાની માગણી કરી છે. મૈકડુગલે સીએનએન સાથેની વાતચીતમાં ટ્રમ્પ સાથેના તેના સેક્સ્યુઅલ એનકાઉન્ટરને લઈને કહ્યું હતું કે, જ્યારે અમે બંને એકબીજાની નજીક આવ્યા તો ટ્રમ્પે મને પૈસા આપવાની ઓફર કરી. તે સમયે મને ખરખેર નહોતું સમજાતું કે, હું તેનો અર્થ શું કરૂં. પ્લેબોય મેગેઝિનની ભૂતપૂર્વ મોડલે ઉમેર્યું હતું કે, મેં ટ્રમ્પ સામે જોઈને કહ્યું હતું કે, હું એવા પ્રકારની વ્યક્તિ નથી. ત્યાર બાદ ટ્રમ્પે મારી સામે જોતા કહ્યું હતું કે, ઓહ, તું ખરેખર ખાસ છે. મૈકડુગલે કહ્યું હતું કે, તે સમયે મેં વિચાર્યું હતું હવે ફરી ક્યારેય ટ્રમ્પને નહીં મળું. પરંતુ તે અને ટ્રમ્પ વધુ સમય સાથે પસાર કરવા લાગ્યા હતાં અને ફોન પર વાતો પણ ખૂબ કરતા હતાં. મૈકડુગલે કહ્યું હતું કે, તે સમયે અમે એક સાચા સંબંધોમાં હતા. અમારા બંનેના દિલોમાં એકબીજાને લઈને લાગણી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ અને મૈકડુગલ વર્ષ ૨૦૦૬માં મળ્યા હતા તે સમયે ટ્રમ્પની પત્ની મેલાનિયાએ પુત્ર બેરનને જન્મ આપ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks