તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં એક ૬૧ વર્ષીય દલિત હોટેલ કર્મચારી પર ગ્રાહક દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, કારણ કે તેઓ ગ્રાહકના હાથ ધોવા માટે તરત જ પાણી આપી શક્યા ન હતા
(એજન્સી) તા.૨૭
આ ઘટના ૧૩ સપ્ટેમ્બરે પટ્ટિનમકથન સ્થિત મુરુગન હોટેલમાં બની હતી, જ્યાં ચેલ્લામુથુ નામના કર્મચારી ‘પરોટા માસ્ટર’ તરીકે કામ કરે છે. આરોપી, જેની ઓળખ જે. દિનેશ કુમાર તરીકે થઈ છે, તેની સામે પોલીસે કેસ નોંધ્યો છે પરંતુ હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. કર્મચારીને લાકડાના દંડાથી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ પોલીસની એફઆઈઆર (FIR) મુજબ, દિનેશે હોટેલમાં ભોજન લીધું હતું અને ચેલ્લામુથુ પાસે હાથ ધોવા માટે પાણી માંગ્યું હતું. તે સમયે પાણીનું પાત્ર ખાલી હતું. કથિત રીતે ચેલ્લામુથુએ તેને કહ્યું કે પાણી લાવવા માટે સપ્લાયર ગયો છે અને તેને થોડી રાહ જોવા કહ્યું. એફઆઈઆરમાં જણાવાયું છે કે ત્યારબાદ દિનેશે ચેલ્લામુથુને અપશબ્દો કહ્યા, સ્ટવ પાસે પડેલો લાકડાનો ટુકડો (દંડો) ઉપાડ્યો અને કથિત રીતે તેના માથા, પાંસળીઓ અને છાતી પર પ્રહાર કર્યો. તેણે કર્મચારીને જમીન પર પાડી દીધા અને પગમાં પહેરેલા પગરખાં સાથે તેની છાતી, કમર અને ગરદન પર લાત મારી. ત્યારબાદ ચેલ્લામુથુ ઘટનાની જાણ કરવા કેનિકરાઈ પોલીસ સ્ટેશન ગયા. તેમને કથિત રીતે કહેવામાં આવ્યું કે તેમની ફરિયાદ નોંધવા માટે કોઈ ઉપલબ્ધ નથી અને તેમને પોલીસ અધિક્ષકની કચેરીનો સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું. બાદમાં કર્મચારીની સર્જરી કરવામાં આવી છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ બીજા દિવસે ચેલ્લામુથુને રામનાથપુરમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે તેમને રજા આપવામાં આવી હતી, પરંતુ બાદમાં આંચકી આવવાને કારણે તેઓ ફરીથી હોસ્પિટલ ગયા. સ્કેન કર્યા પછી, તેમને મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં ૨૨ સપ્ટેમ્બરે તેમની સર્જરી કરવામાં આવી. આ કેસ ભારતીય ન્યાય સંહિતાની ઈજા પહોંચાડવા, અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવા અને ગંભીર ગુનાહિત ધમકી આપવા સંબંધિત જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવ્યો છે. અધિકારો માટે કામ કરતી સંસ્થાએ SC/ST એક્ટ હેઠળ કાર્યવાહી ન થવા અંગે સવાલ ઉઠાવ્યા મદુરાઈ સ્થિત અધિકારો માટે કામ કરતી સંસ્થા ‘એવિડન્સ’ (ઈદૃૈઙ્ઘીહષ્ઠી)એ પોલીસ તપાસ પર સવાલો ઉઠાવ્યા છે અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ લાગુ કરવાની માંગ કરી છે. ‘એવિડન્સ’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એ. કથીરે જણાવ્યું હતું કે, ખાસ કરીને કથિત હુમલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, મ્દ્ગજી (ભારતીય ન્યાય સંહિતા)ની કલમોની સાથે આ કાયદાનો પણ વિચાર થવો જોઈએ. કથીરે કહ્યું, “આ સ્પષ્ટપણે દર્શાવે છે કે રામનાથપુરમ પોલીસને જીઝ્ર/જી્ એક્ટ વિશે કોઈ જાણકારી નથી.” તેમણે દલીલ કરી હતી કે દલિત પીડિત સાથે સંકળાયેલા ગંભીર કેસોમાં, સંબંધિત જોગવાઈઓ લાગુ કરવા માટે આરોપીને પીડિતની જાતિ વિશે જાણ હોવી અથવા જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવો જરૂરી નથી. રામનાથપુરમના પોલીસ અધિક્ષક જી. ચંદીશે જણાવ્યું હતું કે શરૂઆતમાં ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિઓએ પીડિત પર હુમલો કર્યો હતો. ચંદીશે કહ્યું, “તપાસ દરમિયાન સંબંધિત કલમો લાગુ કરી શકાય છે. તપાસ ચાલી રહી છે.” આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ એવી દલીલ કરી છે કે જીઝ્ર/જી્ એક્ટ કદાચ લાગુ ન પડી શકે કારણ કે હુમલા સમયે દિનેશને કથિત રીતે ચેલ્લામુથુની જાતિ વિશે જાણ નહોતી. ‘એવિડન્સ’ના જણાવ્યા અનુસાર, દિનેશની અગાઉ ૨૦૧૪માં તેની મોટી બહેન સાથે સંકળાયેલા ‘ઓનર કિલિંગ’ (જાતિ આધારિત હત્યા)ના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. પોલીસે હાલના કેસમાં તેની હજુ સુધી ધરપકડ કરી નથી.